JNUના નામે રાહુલ ગાંધીને અમિત શાહનો જડબાતોડ જવાબ

મથુરા: ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે શનિવારે કોંગ્રેસ અને પૂર્વવર્તી યૂપીએ સરકાર પર આકારા પ્રહારો કર્યા હતા. ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનનું વૃદાંવનમાં ઉદઘાટન કરતાં તેમણે કહ્યું કે યૂપીએ સરકારે દેશની તિજોરીમાં ધાડ પાડી છે.

જેએનયૂમાં દેશદ્રોહી નારેબાજીના મુદ્દે અમિત શાહે કહ્યું કે ત્યાં અભિવ્યક્તિની આઝાદીના નામ પર દેશદ્રોહને હવા આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ દેશદ્રોહીઓની વાત સાંભળવા માટે કહ્યું. કોંગ્રેસને પોતાની કરણી પર શરમ આવવી જોઇએ.

અમિત શાહે કહ્યું કે દેશનો યુવાન જાગૃત છે. તે દેશની એક ઇંચ જમીન પણ દેશથી અલગ થવા નહી દે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના જેએનયૂમાં સમર્થનને દેશનો યુવાન મુંહતોડ જવાબ આપશે.

અમિત શાહે યુવા કાર્યકર્તાઓને કહ્યું કે ભાજપ દુનિયા સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. કેન્દ્રની મોદી સરકાર ખેડૂત અને મજૂરો માટે દિલથી કામ કરી રહી છે. તેમણે કહ્યું કે અમારી સરકાર ગામના છેવાડા માણસ સુધી વિકાસ લઇને પહોંચશે.

બીજેવાયએમનું રાષ્ટ્રીય અધિવેશન બે દિવસ સુધી ચાલશે. મોરચોના અધ્યક્ષ અનુરાગ ઠાકુરના અનુસાર અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવવાની પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You might also like