લોકસભાની બેઠકને લઇને ‘ડિનર ડિપ્લોમેસી’, નીતિશ કુમારને મળ્યાં અમિત શાહ

મિશન 2019 હેઠળ એનડીએને મજબૂત કરવાની કવાયતમાં બિહાર પહોંચેલા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બિહારના સીએમ નીતિશ કુમાર સાથે ડીનર ડીપ્લોમેસી દ્વારા બેઠકને લઇને ચર્ચા કરી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું નીતિશ કુમાર ભાજપના જૂના સહયોગી છે.

નીતિશ કુમાર અને અમે સાથે જ રહીશું. ભાજપ અધ્યક્ષે ભરોસા સાથે જણાવ્યું કે આગામી લોકસભામાં એનડીએની પૂર્ણ બહૂમતિવાળી સરકાર બનશે. પટનામાં પક્ષના કાર્યકર્તાઓને સંબોધન કરતા અમિત શાહે કહ્યું હતું કે ચંદ્રબાબુ નાયડૂએ એનડીએનો સાથ છોડ્યો તો નીતિશકુમાર જેવા જૂના સહયોગી પાછા જોડાયા.

ગઇકાલે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે ડિનર ડિપ્લોમેસી દ્વારા બેઠકને લઇને ચર્ચા કરવામાં આવી. ગૂરૂવારના રોજ અમિત શાહ નીતિશ કુમારના ઘરે ડિનરમાં સામેલ થયા હતા. આ દરમિયાન બંને નેતાઓએ એકલા બેઠક કરી હતી અને આગામી લોકસભા ચૂંટણીમાં બેઠકની વહેંચણીને લઇને ચર્ચા કરી હતી.

નીતિશ કુમારની ડિનર પાર્ટીમાં 20 વીવીઆઇપી માટે અલગ આયોજન કરવામાં આવ્યુ હતું. આ વીવીઆઇપીમાં બંને પક્ષના દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. ભાજપ તરફથી અમિત શાહ, ડે. સીએમ સુશીલ કુમાર મોદી, પ્રદેશ અધ્યક્ષ નિત્યાંનદ રાય, બિહારના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે, કૃષિ મંત્રી પ્રેમ કુમાર, પથ નિર્માણ મંત્રી નંદ કિશોર યાદવ અને ભાજપના સંગઠન મંત્રી નાગેન્દ્ર સામેલ થયા હતા.

You might also like