આવતી કાલે અમદાવાદમાં અમિત શાહ અને આનંદીબહેન એક મંચ પર

અમદાવાદઃ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતી કાલે ગુજરાતની મુલાકાતે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આવતી કાલે યોજાનારા આનંદીબેન પટેલ પરનાં પુસ્તક વિમોચનનાં કાર્યક્રમમાં હાજરી આપશે. જો કે આ કાર્યક્રમ બાદ તેઓ આખો દિવસ નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક અને મુલાકાત કરશે.

આવતી કાલે તેઓ પુસ્તક વિમોચનનાં આ કાર્યક્રમ બાદ તેઓ સીએમ વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરે તેવી સંભાવના છે અને બાદમાં 17 માર્ચે શનિવારનાં સવારનાં રોજ અમિત શાહ દિલ્હી જવા માટે રવાના થઇ જશે.

જાણો સમાચાર મુદ્દાસરઃ
BJP અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે

આવતી કાલે અમદાવાદમાં અમિત શાહ અને આનંદીબહેન એક મંચ પર
આનંદીબહેન પર લખાયેલાં પુસ્તકનાં વિમોચનમાં આપશે હાજરી
પુસ્તક વિમોચન બાદ નેતાઓ-કાર્યકરો સાથે બેઠકોનો દૌર
17 માર્ચે સવારે અમિત શાહ દિલ્હી જવા થશે રવાના

You might also like