પરપ્રાંતીયો પર હુમલા-હિજરતના વિવાદ વચ્ચે અમિત શાહ અમદાવાદમાં

728_90

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે. તેમના સત્તાવાર કાર્યક્ર્મમાં તેઓ નવરાત્રીમાં તેમના વતન માણસા નજીક મંદિરે નિયમિત દર્શને આવે છે તે તેના જ એક ભાગરૂપે પ્રવાસ કરી રહ્યા હોવાનું જાહેર કરાયું છે, પરંતુ માનવામાં આવે છે કે ગુજરાતમાં તાજેતરમાં બનેલી પરપ્રાંતીયોની ઘટનાથી ભાજપની ચિંતા વધી છે.

પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ છે ત્યારે ચૂંટણીલક્ષી રણનીતિ તો ખરી જ, પરંતુ તે ઉપરાંત ગુજરાતમાં પરપ્રાંતીયોની થયેલી હિજરત તો બીજી તરફ વારાણીમાં જે રીતે એક ગુજરાતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વાપસ જાવ તેવાં પોસ્ટર લાગતાં જ મોવડીમંડળ ચોંક્યું છે.

તેઓ આ મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અન્ય હોદ્દેદારો સાથે ચર્ચા બેઠક કરશે.

આ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારમાં ચૂંટણીલક્ષી કામગીરી અને પક્ષના પ્રચાર તેમજ ઉમેદવારોની મદદ માટે ગુજરાતમાંથી કયા જિલ્લાના કાર્યકર્તાઓને કયા રાજ્યમાં મોકલવા તે બાબતે વિગતવાર ચૂંટણીલક્ષી ચર્ચા કરશે.

આજે તેઓ માણસામાં માતાજીનાં દર્શન કર્યા બાદ ચૂંટણીલક્ષી અને પરપ્રાંતીય મુદ્દા અન્વયે બેઠકોનો દોર યોજાશે. તેઓ બિનગુજરાતી સંગઠનો સાથે પણ બેઠક કરી શકે છે.

You might also like
728_90