અમિત શાહનો કાર્યકરોને મંત્ર, 50 વર્ષ માટે સત્તામાં આવી છે BJP

ભોપાલ : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભોપાલની મુલાકાતે છે. અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપ પાંચ-દસ વર્ષ નહીં પરંતુ 50 વર્ષ માટે સતામાં આવી છે, અને આ ભાવ કાર્યકરોની અંદર જાગવો જોઇએ, ત્યારે જ દેશમાં અસરકારક પરિવર્તન જોવા મળશે. ભોપાલના ત્રણ દિવસના પ્રવાસે અમિત શાહે ગઇકાલે પક્ષના કોર ગ્રુપના સભ્યો, પ્રદેશના પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા અધ્યક્ષો સાથે યોજાયેલ બેઠકને સંબોધન કર્યું હતું.

અમિત શાહે આગામી લોકસભાની ચૂંટણીના પ્લાનિંગ અંગે વિગતવાર જણાવ્યું હતું. અમિત શાહે કહ્યું કે સંગઠનના કાર્યકર્તાઓને હવે આરામ કરવાનો અધિકાર નથી, જો તેઓ રાષ્ટ્રમાં આમૂલચૂલ સકારાત્મક પરિવર્તન જોવા ઇચ્છે છે તો આપણે થાક્યા વગર, રોકાયા વગર આપણી દિશામાં આગળ વધવાનું છે. શાહે જણાવ્યું કે ભાજપ 5-10 વર્ષ માટે નહીં, પરંતુ ઓછામાં ઓછા 50 વર્ષ માટે સત્તામાં આવી છે. આવુ વિચારીને જ આપણે આગળ વધવાનું છે. આજે કેન્દ્રમાં આપણી પાસે બહુમતવાળી સરકાર છે.

You might also like