ચકચારી અમિત જેઠવા હત્યા કેસ મામલો, દીનુ બોઘા સોલંકીની અરજી પર આવી શકે છે ચુકાદો

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસમાં આજે દીનુ બોઘા સોલંકીની અરજી પર ચુકાદો આવી શકે છે. દીનુ બોઘા સોલંકીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ આજે ચૂકાદો આપી શકે છે. તો દીનુ બોઘા સોલંકીએ CBI કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સાક્ષીઓને બોલાવવાના હુકમ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ અને ગીરની આસપાસ ગેરકાયેદ ઉતખન્ન મામલે RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 20મી જુલાઈ 2010ના રોજ હાઈકોર્ટ પાસેના સત્યમેવ કોમ્પલેકસ નજીક પોઈન્ટ બ્લેક રેન્જથી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા શાર્પ શૂટર શૈલેષ પંડયાએ કરી હોવાનો ખુલાસો થયો હતો અને સમગ્ર મામલાની તપાસ શહેર ક્રાઈમ બ્રાંચે કરી હત્યારાને ઝડપી પાડયો હતો.

કેસમાં મૃતકના પિતાએ હાઈકોર્ટમાં સીબીઆઈ તપાસની માગ કરતા કોર્ટે તેમની અરજી પણ સ્વીકારી હતી અને તપાસ સોંપાઈ હતી. જે અંતર્ગત CBIએ નવેમ્બર 2013માં ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકીની ધરપકડ઼ કરી હતી. બાદમાં દીનુ સોલંકીને સુપ્રીમ કોર્ટે જામીન પર મુ~ત કરતા એક બાદ એક છ જેટલાં આરોપીઓ જામીન પર મુકત થયા હતા. બાદમાં દિનુ સોલંકી, શૈલેષ પંડયા, શિવા સોલંકી, શિવા પચાણ સહિત સાત સામે ચાર્જફ્રેમ કરવમાં આવ્યો હતો.

You might also like