અમિષાઅે હદ કરી

અમિષા પટેલ હાલમાં ‘ભૈયાજી સુપરહિટ’ ફિલ્મનો પ્રચાર કરી રહી છે, પરંતુ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેનો ગુસ્સો સાતમા અાસમાને જોવા મળ્યો. કેટલાક લોકો તેને પબ્લિસિટી સ્ટંટ પણ માની રહ્યા છે. તાજેતરમાં સની દેઅોલ, પ્રિતી ઝિન્ટા અને અમિષા પટેલ ફિલ્મના પ્રચાર માટે એક હોટલમાં પહોંચ્યાં. અામાંથી કોઈ પણ સ્ટારને ખ્યાલ ન હતો કે પત્રકારોને મળવાનું છે. પ્રિતી ઝિન્ટા તો મીડિયાને જોઈ ચોંકી ગઈ અને વાત કરવાનો ઇન્કાર કરી દીધો. અમિષાઅે તો ગુસ્સામાં એક રિપોર્ટરને કહી દીધું કે મને અમિષાજી કહીને બોલાવો. હદ તો ત્યારે થઈ જ્યારે એક પત્રકારે પૂછ્યું કે ત્રણ વર્ષથી ફિલ્મોમાંથી ગાયબ કેમ હતી ત્યારે તેણે જવાબ અાપ્યો કે તારામાં એટલી બુદ્ધિ હોત તો જાણી લેત કે હું મારા હોમ પ્રોડક્શનના કામમાં બિઝી હતી.

અમિષાઅે અાવું પહેલી વાર કર્યું નથી. થોડા મ‌િહના પહેલાં ઋત્વિક રોશનની પાર્ટીમાં બધાંઅે ખૂબ જ મસ્તી કરી, જોકે પાર્ટીમાં એક વ્યક્તિ એવી હતી, જેણે બધાંને પરેશાન કરવામાં કોઈ કસર ન છોડી. અા પાર્ટીમાં અમિષાઅે હદ પાર કરી દીધી, કેમ કે તે ત્યાં એટલી ઉતાવળી હતી કે બધાંની સાથે ચીપકી ચીપકીને સેલ્ફી લઈ રહી હતી. અાવું વર્તન દરેક વ્યક્તિને તો ન જ ગમે. અા કારણે ઘણા બધા લોકો અમિષાથી પરેશાન થઈ ગયા હતા. •

You might also like