આમિર પત્નીને પણ દેશનાં ગૌરવ અંગે જ્ઞાન આપેઃ રામ માધવ

નવી દિલ્હી : ભાજપના નેતા રામ માધવે અસહિષ્ણુતાને મામલે આમિરખાનનાં નિવેદન પર વધુ એકવાર નિશાન તાક્યું છે. રામ માધવે નામ લીધા વગર આમિર ખાનને એવી સલાહ આપી છે કે તે દેશનાં ગૌરવ અને પ્રતિષ્ઠા અંગે માત્ર ઓટો રિક્ષા ચાલકોને જ નહીં, પરંતુ પોતાની પત્નીને પણ જ્ઞાન આપે. દિલ્હી યુનિવર્સિટીની એલિજિબિટી ખાલસા કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં રામ મહાદેવે અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે દેશની પ્રતિષ્ઠા અને ગૌરવ પર માત્ર ઓટોરિક્ષા ચાલકોને જ્ઞાન આપવાથી કામ નહીં ચાલે, આવું જ્ઞાન તમારે પત્નીને પણ આપવું પડશે. તેમણે એવોર્ડ વાપસીને દેશની અસ્મિતા સાથે સાંકળતાં જણાવ્યું હતું કે સરકાર ભવિષ્યમાં એવોર્ડ વાપસીની જરૂર છે કે નહીં તે હવે સુનિશ્ચિત કરશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે દેશની સરહદોની સુરક્ષા અને તેના આત્મસન્માન પર કોઈ સમાધાન થવું જોઈએ નહીં.

સરકાર હવે એવી ખાતરી આપશે કે ભવિષ્યમાં કોઈ આર્ટિસ્ટને પોતાનો એવોર્ડ પરત કરવાની જરૂર નહીં રહે. વિદ્યાર્થીઓને સંબોધતાં રામ માધવે જણાવ્યું હતું કે આપણે દેશની સુરક્ષા માટે સમર્પિત છીએ અને પડાેશી સાથે સારા સંંબંધ ઈચ્છીએ છી

You might also like