શું ખરેખર આમીર ખાન લંચ ડેટ પર સની લિયોન સાથે ગયો હતો ?

નવી દિલ્હી: સની લિયોનનું એક ઇન્ટરવ્યું તાજેતરમાં ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ ઇન્ટરવ્યુમાં સની લિયોનને તેના ભૂતકાળ વિશે અનેક પ્રશ્નો પુછવામાં આવ્યા હતા જેના સનીએ ખુબ જ સમજદારીપૂર્વક જવાબ આપ્યા હતા. આ ઇન્ટરવ્યુમાં તેને આમીર સાથે કામ કરવાને લઇને પણ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. પરંતુ હવે જે જાણકારી મળી છે તે વધારે રસપ્રદ છે. મળેલી માહિતી પ્રમાણે આમિર ખાને સની સાથે મુલાકાત કરી હતી અને તેની સાથે લંચ પણ લીધું હતું.

આમીર ખાન પોતાની ફિલ્મના શૂટિંગ માટે દિલ્હીમાં હતો ત્યારે તેને ખબર પડી કે સની અને તેનો પતિ ડેનિયલ વીબર પર ત્યાં જ છે. તો આમીરે તે બંનેને લંચ પર આમંત્રિત કર્યા હતા. ત્યાર બાદ આમીરે તેમની સાથે ઘણાં સમય સુધી વાતો પણ કરી હતી.

You might also like