પાકિસ્તાન ફિક્સિંગનાં કારણે ફાઇનલમાં પહોંચ્યું : પૂર્વ કેપ્ટનનો દાવો

નવી દિલ્હી : આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનાં ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન આમિર સોહેલે ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું છે. આમિરનો દાવો છે કે પાકિસ્તાન પોતાની રમતનાં જોરે નહી પરંતુ ફિક્સિંગનાં જોરે ફાઇનલ સુધી પહોંચ્યું છે. રસપ્રદ વાત છે કે આમિરે આ વાત એક પાકિસ્તાની ટીવી ચેનલ પર છડે ચોક જણાવી હતી.

આમિર સોહેલે તો સ્પષ્ટ રીતે મેચ ફિક્સિંગ અંગે કંઇ કર્યું નહોતુ પરંતુ ઇશારા ઇશારામાં તેમણે પાકિસ્તાનની ચોંકાવનારી જીત પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવી દીધો. ન્યૂઝ ચેનલ પર આવેલા નિવેદનમાં સોહેલે કહ્યું કે પાકિસ્તાનની ટીમ અને તેનાં કેપ્ટન સરફરાઝ અહેમદે વધારે ખુશ થવાની જરૂર નથી. ટીમ બાહ્ય કારણોથી મેચ જીતીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે. પોતાનાં પ્રદર્શનનાં કારણે નહી. બાહરી કારણોમાં તેમનો ઇશારો ફિક્સિંગ તરફ હતો.

સોહેલે કહ્યું કેસરફરાઝને ખબર હોવી જોઇએ કે તેમણે કાંઇ પણ સારૂ નથી કર્યું. કોઇએ મેચ જીતવામાં તમારી મદદ કરી છે. તમારા માટે એવું કોઇ કારણ નથી કે તમે ઘણા ખુશ થઇ રહ્યા છો. સોહેલનાં આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો છે. ઉલ્લેખનીય છેકે પાકિસ્તાને બુધવારે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમીફાઇલ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જયો હતો.

You might also like