આમીર ખાન હવે 25 કિલો વજન ઘટાડશે

મુંબઇ: બોલિવૂડ અભિનેતા આમીર ખાન હવે પોતાનું વજન 25 કિલો ઓછુ કરશે. આમીરે પોતાની આગામી ફિલ્મ દંગલ માટે વજન વધાર્યું હતું.

ફિલ્મમાં પહેલવાન સુશીલકુમાર જેવા દેખાવા માટે આમીર ખાન હવે વજન ઉતારી રહ્યો છે. નીતિશ તિવારીના નિર્દેશન હેઠળ બની રહેલી ફિલ્મ દંગમાં આમીર ખાને હરિયાણાના પહેલવાન મહાવીર સિંહ ફોગાટની ભૂમિકા ભજવી છે. જેમણે પોતાની પુત્રી બબીતાકુમારી અને ગીતા ફોગાટને કુશ્તીના મંત્ર શીખવ્યા હતા.

આમીરે કહ્યું હતું કે, દંગલ ફિલ્મ માટે વજન વધાર્યા બાદ હવે વજન ઘટાડવાનું પણ છે. ફિલ્મમાં હું સુશીલકુમારની જેમ નેશનલ લેવલનો પહેલવાન છું. મેં 25 કિલો વજન વધાર્યું હતું અને હવે સુશીલકુમાર જેવો દેખાવા માટે મારે 25 કિલો વજન ઓછું કરવાનું છે. વધારે વજન અને ઘરડા દેખાવાનો સમય હવે પુરો થયો. વજન ઓછું કરવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. મારું વજન ઘટવાનું શરૂ પણ થઇ ગયું છે. ‘ગજની’ અને ‘ધૂમ’ વાળા લૂકમાં પાછું આવવું તે મારા માટે એક મોટો પડકાર છે. આ ફિલ્મ 23મી ડિસેમ્બરે રિલીઝ થશે.

You might also like