અામિર પર પસ્તાળઃ સોશિયલ મીડિયામાં દંગલ

અમદાવાદ: બોલિવૂડ અભિનેતા અામિર ખાનનાં પત્ની સાથે દેશ છોડવાનાં અસહિષ્ણુતાના નિવેદનને લઈ દેશભરમાં જબરજસ્ત પ્રત્યાઘાત પડ્યા છે. અામિર ખાનના નિવેદનને લઈ ફેસબુક પર મોટાભાગના યંગસ્ટર્સે તેના નિવેદન સામે રોષ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયામાં અા મુદ્દો હોટ ટોપિક બન્યો છે. વોટ્સઅેપ અને ફેસબુકમાં મેસેજ, ફોટો અને પ્રતિક્રિયાઅોના મારો ચાલી રહ્યો છે. જેમાં અામિર ખાનના નિવેદન સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ઉપરાંત કેટલાક લોકોઅે તેને દેશ છોડવા સલાહ અાપી છે.

અામિર ખાનના નિવેદન બાદ ટોચ અોન લાઈન શોપિંગ વેબસાઈટ સ્નેપડીલનો તે બ્રાન્ડ એમ્બેસેડર છે. તેને પણ નિશાન બનાવી છે અને તેને બ્રાન્ડ એમ્બેસેડરનાં પદ ઉપરથી પણ દૂર કરવાની માગ કરી છે. સૂકા ભેગું લીલું બળે તેમ લોકો હવે અામિર ખાનની ફિલ્મો જોવાનો વિરોધ કરી રહ્યા છે. તો સાથે સાથે હવે શાહરૂખ ખાન પણ લપેટમાં અાવી ગયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ શાહરૂખ ખાને પણ દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ હોવાનું નિવેદન અાપ્યું હતું જેને લઈ જોરદાર પ્રતિક્રિયા થઈ હતી.

અસહિષ્ણુતા મુદ્દે અાપેલા નિવેદન બાદ સોશિયલ મીડિયામાં અામિર ખાન સામે યંગસ્ટર્સે રોષે ભરાયા છે અને દેશ છોડવાની વાત સામે લોકો પોતાની પ્રતિક્રિયાઅો અાપી રહ્યા છે.

ઇન્ક્રેડિબલ ઇન્ડિયાની જાહેરખબર કરનાર આમિર ખાન આવું સ્ટેટમેન્ટ આપે તેવી આશા ન હતી. આ સ્ટેટમેન્ટ આપ્યા બાદ તેનું ફેન ફોલોઈંગ પણ ખૂબ ઓછું થશે. ફેન ફોલોઈંગ કરતાં પણ જે લોકો તેને તેના સારા કામ માટે માનતા હતા તે પણ તેનાથી મોં ફેરવી લેશે. પબ્લિકમાં આ સ્ટેટમેન્ટ તેની કરિયરને અસર કરશે.
ઉમંગ ઘીયા, સેટેલાઈટ

આમિર ખાનની ફિલ્મ રંગ દે બસંતીમાં તેને એક લાઈન કહી હતી, ” કોઈ ભી દેશ બહેતર નહીં હોતા ઉસે બહેતર બનાના પડતા હૈ” આ વાક્ય બોલનાર અભિનેતા જ જો પબ્લિકમાં દેશને છોડી જવાની વાત કરે તો તેની ભૂલ છે. જયારે બીજી બાજુ આ તેની પોતાના માટે પબ્લિસિટી પણ ગણી શકાય છે જેનાથી તે મીડિયામાં રહે અને તેનું ફેન ફોલોઈંગ પણ વધે
ચિત્રા કૂડેચા, વાસણા

ભારત લોકશાહી ધરાવતો રાષ્ટ્ર છે , તેમાં કોઈ પણ પોતાનાં મનની વાત મૂકી શકે છે. પબ્લિકમાં આ રીતે વાત મૂકવી ખોટું છે. આમિર ખાને પોતાના કામથી તેની ઈમેજ ઊભી કરી છે. ક્યારેય કોઈ ફિલ્મ માટે પબ્લિસિટી નથી કરી. આ સ્ટેટમેન્ટ બાદ તેનાં ફેન ફોલોઈંગને કોઈ અસર નહીં પડે કારણ કે લોકો થોડા સમય પછી આ વાત ભૂલી જાય છે
શાલિન શુક્લ, પાલડી

આમિર ખાન પોતાની સકસેસ મેળવવા માટે પબ્લિસિટી સ્ટંટ કરી રહ્યો છે. આમિર ખાન ઇન્ડિયામાં રહી ફેમસ એક્ટર બન્યો અને તેનાં આવાં સ્ટેટમેન્ટ બાદ ઘણા ફેન પણ નારાજ છે. આ સ્ટેટમેન્ટ આપતાં પહેલાં આમિરે વિચારીને બોલવું જોઈતું હતું અને જો તે ઇન્ડિયા છોડી જતો પણ રહે તો પણ બોલિવૂડ કે તેના ફેન ફોલોઈંગને કોઈ અસર પડવાની નથી
રવિ કુડેચા, વાસણા

આમિર ખાનના એક સ્ટેટમેન્ટ પાછળ તેનાં ફેન ફોલોઈંગને ખરાબ અસર થશે. તેના ઘણા ફેન તેને પરફેકટનિસ્ટ માને છે અને તેના નિયમને ફોલો પણ કરે છે. જો તેને કોઈ મુશ્કેલી હોય તો તેને સરકાર સાથે પહેલાં વાત કરવી જોઈએ પછી પબ્લિકમાં બહિષ્કારની વાત કરવી જોઈએ. ઇન ટોલરન્ટ ઇન્ડિયા નું સ્ટેટમેન્ટ લોકો ટોલરન્ટ નહીં કરી શકે.
નૈનિશ ઝવેરી, શ્યામલ

You might also like