આમિર ખાને સુનિલ દત્તનું પાત્ર ભજવવાની કરી મનાઇ

મુંબઈ; બોલીવુડ અભિનેતા સંજય દતની બાયોપીક ફિલ્મ આવી રહી છે ફિલ્મનુ શુટીગ શરૂ થઈ ચુક્યું છે. સંજય દતના ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં તેને પુનાની યરવડા જેલમાં બંઘ કરી દેવાયો હતો, મુન્નાભાઈ એમ.બી.બી.એસ અને થ્રી ઈડીયટ જેવી ફિલ્મો બનાવનાર રાજ કુમાર હીરાની સંજય દત્તના જીનવની કથા આધારીત ફિલ્મ બનાવી રહ્યા છે.

જાણીતા સમાચારપત્રના અનુસાર ફિલ્મમાં બાલીવુડમાં પોતાના પરફેક્શન માટે જાણીતા બનેલા આમીર ખાન પણ હોઈ શકે. સમાચાર એવા છે કે ફિલ્મ દિગ્દર્શેકોએ સંજય દતના પિતા તરીકે આમિરખાન ને લેવાનું નક્કી કર્યુ હતું, જ્યારે આમિરને જાણ થઈ કે તેનો રોલ ફિલ્મમાં સંજયના પિતા બનવાનો છે ત્યારે તરત જ એેને આ ફિલ્મ નહિ કરવાનો નિર્ણય કરી લીધો હતો.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં સંજયનો રોલ રણબીર કપુર કરી રહ્યો છે. જ્યારે આમીર પાસે આ ફિલ્મની સ્કીપ્ટ લઈ વાર્તાકાર પહેોચ્યા ત્યારે આમિરને લાગ્યુ કે તેને સંજય દતનો રોલ મળ્યો છે. ત્યાર બાદ આમિરને જાણ થઈ કે તેને સુનિલ દતનું પાત્ર ભજવવાનું છે વાતની જાણ થતાં આમીરે ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી. હાલમાં સંજય દત્તના પિતા કરીકે પરેશ રાવલને ફાઈનલ કરવામાં આવ્યા છે.

હાલમાં આ ફિલ્મનું શુટીંગ ભોપાલમાં ચાલી રહ્યું છે રણબીર કપુર શુટીંગ માટે ભોપાલની જેલમાં એક આખું અઠવાડીયું પસાર કરવાનો છે.

You might also like