સાઉથ ચાઇના સી વિવાદ બાદ સૈન્યની તડામાર તૈયારી

બીજિંગ : સાઉથ ચાઇના સીનાં વકરી રહેલા વિવાદ વચ્ચે ચીનની સેનાએ પોતાનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગનાં નેતૃત્વની કઠોત તૈયારીઓ ચાલુ કરી દીધી છે. રવિવારે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનાં 89 વર્ષ પુરા થનારા છે. શી જિનપિંગ યુદ્ધની આશંકાને જોતા 23 લાખ જેટલા પોતાની સેનાનો હજી પણ વધારે વિસ્તાર કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.

હાલમાં જ ઇન્ટરનેશનલ ટ્રાઇબ્યૂનલ દ્વારા સાઉથ ચાઇના સી વિત્રામાં ચીનનાં દાવાને ફગાવી દેવાયાની સાથે જ સેનાની યુદ્ધ ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે. શી ચીની સેના સાથેનાં પોતાના સંબંધો પણ ગાઢ કરી રહ્યા છે. પોતાની પકડ મજબુત કરવાનાં પ્રયાસો તેઓએ આરંભી દીધા છે. જેથી સમય આવ્યે તે મજબુત અને શક્તિશાળી રાષ્ટ્રપતિ તરીકે ઉભરી શકે.

બીજા દેશોના સૈન્યથી અલગ પીએલએ ચીનની રૂલિંગ કમ્યુનિસ્ત પાર્ટી ઓફ ચાઇના (સીપીસી)નાં આધિન છે. પીએલએનાં માટે ચીને વાર્ષીક 145 બિલિયન ડોલરનાં બજેટની વ્યવસ્થા કરી છે. તેનાંથી વધારે બજેટ માત્ર અમેરિકી સેનાનું જ છે. શી જિનપિંગે 2013માં સત્તામાં આવતાની સાથે જ ચીનની સેના પર પોતાનો પ્રભાવ વધારવાનું ચાલુ કરી દીધું છે. શી ઇચ્છે છે કે મિલેટ્રી તેની પાર્ટીનાં નેતૃત્વમાં જ કામ કરે. તેનાં માટે ચીની સેનામાં ઝડપી સુધારો અને પુનસંર્ચનાની કાર્યવાહી પણ ચાલી રહી છે. હાલ ચીની સૈન્યનાં 40 ટોપ કમાન્ડર અને બે રિટાયર્ડ સૈન્ય ચીફ ભ્રષ્ટાચારનાં મુદ્દે આરોપી છે અને તપાસ પણ ચાલી રહી છે.

તેમનાં પર ચીની સૈન્યનાં રેન્ક વેચવાનો આરોપ છે.25 જુલાઇએ ચીનની કોર્ટે પુર્વ સૈન્ય ચીફ ગુઆને ઉંમરકેદની સજા ફટકારી હતી. શી ચીનની સેનામાં તો ભ્રષ્ટાચાર હટાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. સાથે જ પાર્ટીમાં પણ તેનાં માટે અભિયાન ચલાવી રહ્યા છે. હજારો અધિકારીઓ અત્યાર સુધી સજા ફટકારવામાં આવી ચુકી છે.

You might also like