બોર્ડર પર રસ્તાઓ બનાવાની કામગીરી થશે ઝડપથી

ચીન સાથે વણસી રહેલા સંબંધો વચ્ચે કેન્દ્ર સરકારે ચીન બોર્ડરે રસ્તા બનાવવાના કામમાં ઝડપી કરવાનું નિર્ણય કર્યો છે. જેના માટે રક્ષા મંત્રાલયે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝન(BRO)ના નાણાકીય અને વહીવટી અધિકાર વધારી દીધા છે. રક્ષા મંત્રાલય અંતર્ગત બીઆરઓ 2015થી સરહદના વિસ્તારના અગ્રેસર જગ્યાને રોડ સાથે જોડવાના કામમાં લાગેલુ છે. મંત્રાલયે નિર્ણય કર્યો છે કે તે સશસ્ત્ર દળોની સાથે મળીને બીઆરઓ માટે પ્રાથમિકતા હેઠળ પ્લાન તૈયાર કરશે. ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટના આધારે કામ થશે સાથે જ જવાબદારી નક્કી કરવા માટે કામની પ્રગતિ પર ઓનલાઇન નજર રાખવામાં આવશે.

ડોકલામ વિવાદ બાદ બોર્ડર વિસ્તારોમાં માર્ગોની હાલત ખરાબ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર ભારત-ચીન બોર્ડર પાસે જે 73 રોડની ઓળખ થઇ હતી. જેમાંથી માત્ર 27 રોડ પૂર્ણ થઇ શક્યા છે.. જ્યારે કે બાકીના 2022 સુધીમાં પૂર્ણ થઇ શકશે. આ પહેલા આ રોડનું કામ 2012માં પૂર્ણ કરવાનો અનુમાન હતો. આ 73 માંથી 61 રોડ બનાવવાની જવાબદારી બીઆરઓને મળી છે. મંત્રાલયને આશા છે કે અધિકાર વઘારવાથી રોડ બનાવવાના કામમાં ગતિ આવશે..

બીઆરઓના ચીફ એન્જિનિયર 10 કરોડ અને એડીજી 20 કરોડ રૂપિયાના સુધી વિભાગીય કાર્યને વહીવટી મંજૂરી આપી શકે છે . કોન્ટ્રેક્ટના આધાર પર થનારા કામ કરવા માટે ડીજીની મંજૂરી જરૂરી હતી, જે 50 કરોડ રૂપિયા સુધી કામ માટે વહીવટી મંજૂરી આપી શકે છે.

You might also like