અમેરિકામાં ૪૦ ટકા ફૂડ વેસ્ટ જાય છે

માત્ર ભારતમાં જ નહીં અમેરિકામાં પણ લાખો લોકો પૂરતુ ભોજન મેળવી શકતા નથી છતાં યોગ્ય જાળવણીના અભાવે ૪૦ ટકા ફૂડ કચરામાં જાય છે. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે વેસ્ટ થતું ફૂડ ખૂબ જ પોષક હોય છે. માથાદિઠ ૧૨૧૭ કેલેરી, ૩૩ ગ્રામ પ્રોટીન, ૫.૯ ગ્રામ ડાયટરી ફાઈબર, ૧.૭ માઈક્રોગ્રામ વિટામીન-ડી, ૨૮૬ મિલીગ્રામ કેલ્સિયમ અને ૮૮૦ મિલીગ્રામ પોટેશિયમ ડમ્પીંગ યાર્ડમાં જાય છે. અા ચીજો પોષક હોય છે જે લાખો લોકોના પેટની અાગ બુજાવી શકે તેમ છે. અમેરિકન એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ખેત પેદાશોના સ્ટાર્ડન્ડડાયઝેશન બાબતે ફેરવિચારણા કરવા વિશે વિચારી રહી છે.
http://sambhaavnews.com/

You might also like