અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ભારતને થશે આ ફાયદા અને નુકસાન

નવી દિલ્લી: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિંટન વચ્ચે જામેલી ટક્કરમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે. તે 19માં રિપબ્લિકન રાષ્ટ્રપતિ બન્યા છે. દુનિયાના સૌથી જૂના લોકશાહી દેશ અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ બનનારા ડોનાલ્ડ ટ્રમ્પથી જોડાયેલી આ મહત્ત્વની બાબતો જાણો. ભારતના દૃષ્ટિકોણથી જોવા જઈએ તો અમેરિકાના તમામ રાષ્ટ્રપતિમાં રિપબ્લિકન પાર્ટી સાથે નિસ્બત રાખનારા ભારત માટે વધુ ફાયદાકારક રહેશે.

પરંતુ બિલ ક્લિંટન જોર્જ બુશ અને બરાક ઓબામા પછી ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ રહેવા છતા ભારત-અમેરિકાના સંબંધોમાં બહુ વધારે અંતર નથી જોવા મળ્યું. આવો જાણીએ કે રિપબ્લિકન કેન્ડિડેટ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાથી ભારત અને અમેરિકાના સંબંધોમાં કેવું અંતર આવશે.

ભારતને થશે આ નુકસાન

ભારત સહિત દુનિયાભરના બજારો ચાહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જીતે. ટ્રમ્પના જીતવાથી ભારતીય બજારો પર નકારાત્મક અસર પડવાની આશંકા છે.

ટ્રમ્પની ઉતાવળે બનાવવામાં આવનારી વેપાર નીતિ અને અમેરિકા ફર્સ્ટની નીતિ તમામ વેપારી દેશોને નુકસાન પહોંચાડી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝા પ્રોગ્રામને ખોટું ગણાવ્યું છે અને તે એને નાબૂદ કરવા ચાહે છે. ટ્રમ્પની જીતથી ભારતીય આઈટી સ્ટોક અને આઈટી કંપનીઓને નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે.

ટ્રમ્પ ભારત વિશે બેવડું વલણ ધરાવે છે. એક તરફ તે કહે છે કે ભારત બહુ સારું કરી રહ્યું છે જ્યારે બીજી તરફે કહે છે કે તે અમેરિકામાં ભારતીયોની જગ્યાએ અમેરિકનોને જોબ આપશે. એના કારણે અમેરિકામાં રહેતા ભારતીય પ્રોફેશનલોને મુશ્કેલી થઈ શકે છે.

ટ્રમ્પે અમેરિકામાં કોર્પોરેટ ટેક્સને 35થી 15 ટકા સુધી કાપવાની વાત કરી છે. એવામાં પોર્ડ,જીએમ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ ફરીથી અમેરિકા તરફ ભાગવા મજબૂર થઈ જાય છે. એના કારણે મોદીના મેક ઈન ઇન્ડિયાનું સપનું રોદળાઈ શકે છે.

ભારતને થશે આ ફાયદા

જોકે, ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે કડક નિયમો હોવા છતાં તેઓની ઇચ્છા છે કે ભારતીય આંટ્રપ્રેન્યોર અને સ્ટુડન્ટ અમેરિકાને પોતાનો ફોળો આપે.

ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને પોતાના સમગ્ર કેમ્પેઇન દરમિયાન વખોડ્યું છે. આ કારણને લીધે તે ચીનનો સૌથી મોટો દુશ્મન છે. તેનો ફાયદો ભારતને મળશે.

ચીન પર ટ્રેડ એગ્રીમેન્ટના નિયમોને રિવાઇઝ કરીને મોટું ટેરિફ થોપવામાં આવશે.

પાકિસ્તાન અને તેમાં ફેલાયેલા આતંકવાદને જડમૂળથી કાઢવા પર જોર આપે છે.

ટ્રમ્પના આતંકવાદ વિરુદ્ધ કડક વલણથી ભારત અને અમેરિકાની સેના સંયુક્ત રીતે પ્લાનિંગ પણ કરી શકે છે.

એમ થવાથી ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષા વેપાર પણ વધી શકે છે.

You might also like