અમેરિકાના બી-૨૧ સ્ટીલ્થ બોંબર વિમાનોની તસવીરથી સનસનાટી

વોશિંગ્ટન: અમેરિકન અેરફોર્સ તરફથી પ્રસિદ્ધ કરાયેલી અા તસવીરે દુનિયાભરની સેનાઅોમાં ચર્ચા જગાવી છે. અા બી૨૧ સ્ટીલ્થ બોમ્બર વિમાનની પહેલી તસવીર છે. એવું જણાવવામાં અાવી રહ્યું છે કે અા વિમાનો દ્વારા યુઅેસ દુનિયાના કોઈપણ ખૂણે હુમલો કરી શકે છે. બી૨૧ બનાવવામાં ૬.૩૧ લાખ કરોડનો ખર્ચ થશે.

અમેરિકા પાસે બી૨૧ સ્ટીલ્થ બોમ્બર પણ છે, તેના જોરે અમેરિકાઅે થોડા જ કલાકોમાં લિબિયાને જમીનદોસ્ત કરી દીધું હતું. અા બોમ્બર દુનિયાના સૌથી ક્રૂર બોમ્બરમાં સામેલ છે. તે પરમાણુ બોમ્બ અને ક્રૂઝ મિસાઈલને વહન કરીને ઉડયન કરી શકે છે.

સ્ટીલ્થ વિમાનોની બે ખાસિયત તેને દુશ્મનથી બચાવે છે, તેમાં ઉપયોગ થતા રેડિયો તરંગો ઇલેક્ટ્રો મેગ્ને‌િટક હોય છે, તેની બહારની સપાટી પર એવા મટી‌િરયલ્સ અને પેઈન્ટનો ઉપયોગ કરાયો છે, જે રેડિયો તરંગોને શોષી લે છે. અાવામાં રડારમાંથી નીકળતા તરંગો પાછા ફરીને નીચે અાવતા નથી અને દુશ્મનને પોતાના વિસ્તારમાં વિમાન હોવાનો અંદાજ પણ અાવતો નથી.

રેડિયો તરંગો કોઈ પણ સપાટી સાથે ટકરાઈને એવી જ રીતે પરત ફરે છે, જેમ કે કોઈ કાચ સાથે ટકરાઈને પ્રકાશનાં કિરણો પાછાં ફરે છે. રડાર સેન્ટરમાંથી બહાર નીકળતા રેડિયો તરંગો વિમાનની સપાટી સાથે ટકરાઈને નીચે ન જતાં બીજી તરફ નીકળી જાય છે.

You might also like