રિયોમાં બંદુકની અણીએ અમેરિકન સ્વિમરને લૂંટી લેવાયો

રિયો : ઓલમ્પિક પાર્ટીથી રેસિડેન્ટ વિલેજ જતા સમયે એક લૂંટારાએ અમેરિકાનાં સ્ટાર સ્વિમર રેયાન લોચેને બંદુકની અણીએ લૂંટી લેતા ચકચાર મચી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રિયો દરમિયાન સામાન્ય પ્રવાસીઓનાં પાકીટની ચોરીથી માંડીને લૂંટ સુધીનાં વિવિધ સીસીટીવી ફૂટેજ આવી ચુક્યા હતા. જેનાં કારણે બ્રાઝીલ સરકારે ભારે નીચા જોણું થયું હતું.

જો કે હવે એથલિટ્સ પણ સુરક્ષીત નથી તેવી ઘટનાં બનતા બ્રાઝીલ સરકારની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો પેદા થઇ રહ્યા છે. એક સ્થાનિક ચેનલનાં અનુસાર અમેરિકાનાં સ્ટાર સ્વિમર લોચોનાં લમણે બંદુક તાકીને તેને લૂંટણી લેવાયો હતો. આ સમાચાર એક સ્થાનિક ચેનલ દ્વારા આપવામાં આવ્યા હતા.

લોચોએ કહ્યું કે તે અને તેની અમેરિકન ટીમનાં સાથીઓ ગનર બેટ્ઝ, જૈક કોંગર અને જેમ્સ ફીગન એક ટેક્સીમાં હતા. ટેક્સીને લૂંટારૂઓએ રોકી. ટેક્સી રોકનારા લૂંટારાઓ પોલીસનાં વેશમાં હતા. તેમણે અમને નીચે ઉતરવા માટે જણઆવ્યું. લોચોએ કહ્યું કે જ્યારે અમે ઉતરતા પહેલા થોડી પુછપરછ કરી તો તેમણે બંદુક કાઢીને મારા લમણે ધરી દીધી હતી. તેણે આદેશ આપ્યો નીચે ઉતરો.મે મારા હાથ ઉપર કર્યા. તેણે અમારા પૈસા લઇ લીધા જો કે મોબાઇલ અને ઓળખ કાર્ડ રહેવા દીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, રિયો દરમિયાન આવેલા પ્રવાસીઓને સ્થાનિક ગેંગો નિશાન બનાવી રહી છે. ક્યાંક ભીડનો ફાયદો ઉઠાવીને તો ક્યાંક દાદાગીરીથી લોકોને ખંખેરવામાં આવી રહ્યા છે. જેનાં અગણીત વીડિયો સામે આવ્યા છે. જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રાઝીલને નીચા જોણું થયું છે.

You might also like