એક વર્ષ બાદ ધરતી પર પરત ફર્યા નાસાના અંતરિક્ષ યાત્રી

કેપ કનેવરલ: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ૩૪૦ દિવસ રહ્યા બાદ અમેરિકી અંતરિક્ષયાત્રી સ્કોટ કેલી અને તેમના રશિયન મિત્ર મિખેલ કોરિનિયનકો ગઈકાલે પૃથ્વી પર પરત ફર્યા છે. બંને સાથે લગભગ છ મહિના પહેલાં સ્પેસ સ્ટેશન પર ગયેલા રશિયન અંતરિક્ષયાત્રી સર્ગેઈ વોલ્કોવ પણ પરત ફર્યા છે. કેલી અોલ મિખેલની અા સફળ યાત્રાને નાસાના મંગળ મિશન માટે અતિ મહત્વની મનાય છે

અંતરિક્ષમાં લગભગ એક વર્ષ વિતાવ્યા બાદ ત્રણેયે સોઈસ કેપ્સૂલથી ‘ઘર વાપસી’ કરી છે. કેલી, મિખેલ અને વોલ્કોવ સ્પેસ સ્ટેશનથી રવાના થયાના લગભગ સાડા ત્રણ કલાક બાદ સવારે ૧૦ વાગ્યેને ૨૬ મિનિટે કઝાકિસ્તાનમાં લેન્ડ થયા.

વોલ્કોવ સૌથી પહેલા કેપ્સૂલથી બહાર અાવ્યા. બહાર નીકળતાં જ તેમના પિતાઅે તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ કેલી બહાર અાવ્યા અને હાથ હલાવીને બધાનું અભિવાદન કર્યું.

અંતરિક્ષથી પૃથ્વીની ધરતીની વચ્ચે બંનેઅે ૧૪૪ મિલિયન માઈલની યાત્રા કરી. અા દરમિયાન તેમણે ૫,૪૪૦ વખત બ્રહ્માંડનાં ચક્કર લગાવ્યાં અને ૧૦,૮૮૦ વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત નજારાથી તેમનો સામનો થયો.

કેલી સ્પેસથી ધરતીની પોતાની અા યાત્રા દરમિયાન તસવીર શેર કરતા પણ જોવા મળ્યા. તેમણે ટ્વિટર પર અંતરિક્ષમાં સૂર્યોદયની એક તસવીર શેર કરી અને ટ્વિટ કર્યું કે સ્પેસમાંથી મારો અાખરી સૂર્યોદય. કેલી અને મિખેલે પૂર્વના અંતરિક્ષયાત્રીઅોની સરખામણીમાં અંતરિક્ષમાં ડલબ સમય પસાર કર્યો. કેલી અને મિખેલે અંતરિક્ષમાંથી પરત ફર્યા બાદ હવે ઘણા મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. નાસા જાણવા ઇચ્છે છે કે અંતરિક્ષમાં વધુ સમય રહેતાં માનવ શરીર પર શી અસર પડે છે. તેનાથી મંગલ મિશનને મદદ મળશે.

You might also like