રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં વધુ ખર્ચ કરવામાં ટ્રમ્પ કરતાં હિલેરી આગળ

વોશિંગ્ટન: વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખનું પદ મેળવવામાં ઉમેદવારો તરફથી પાણીની જેમ પૈસા વાપરવામાં આવે છે. છેલ્લાં ૪૪ વર્ષમાં આવા પદ માટે જે ઉમેદવારે વધુ રકમનો ખર્ચ કર્યો છે તેઓ જ રાષ્ટ્રપ્રમુખ બન્યા છે. ત્યારે આ વખતે આવા ખર્ચમાં હિલેરી આગળ રહ્યાં હોવાનું બહાર આવ્યું છે. હિલેરીએ આ વખતે ૯૩ ટકા રકમનો ખર્ચ કર્યો છે. જ્યારે ટ્રમ્પે ૮૬ ટકા રકમ વાપરી છે.

આ અંગે કિલન્ટન અભિયાનમાં ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૯૩ ટકા રકમ ખર્ચાઈ ગઈ છે. જેમાં ૧૩૮૧ કરોડના મીડિયા સ્પેસ ખરીદવામાં આવ્યા છે. જ્યારે ૨૪ કરોડ રૂપિયા ટીમના પગાર પાછળ ખર્ચવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૮ કરોડ રૂપિયા હવાઈ મુસાફરી પાછળ ખર્ચવામાં આવ્યા છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આવા અભિયાનમાં ૩૦ સપ્ટેમ્બર સુધી કુલ રકમના ૮૬ ટકા પૈસા જ વાપર્યા છે. જેમાં ૩૨૫ કરોડ મીડિયા સ્પેસ ખરીદવામાં, ૨૨ કરોડ ટોપી, ટીશર્ટ અને અન્ય ચીજોની ખરીદી માટે તેમજ ૧૩૩ કરોડ ડિજિટલ કન્સલ્ટિંગ અને એડવર્ટાઈઝ પાછળ વપરાયા છે.

ટ્રમ્પ કરતાં હિલેરીને બે ગણો ફાળો મ‍ળ્યો
આ વખતના પ્રચાર અભિયાન માટે ડોનાલ્ડ ટ્રમ્પને ૪,૭૫૦ કરોડનો ફાળો મળ્યો છે. જ્યારે તેની સરખામણીએ હિલેરીને ૭,૩૩૮ કરોડ મળ્યા છે. ટ્રમ્પને ૧,૪૬૪ કરોડ અભિયાનમાંથી મળ્યા હતા. જ્યારે ૨,૯૧૪ કરોડ રૂપિયા પાર્ટી અને જોઈન્ટ ફંડરેજિંગ કમિટી તરફથી મળ્યા છે. આ ઉપરાંત સુપર પોલિટિકલ એકશન કમિટી તરફથી તેમને ૩૭૩ કરોડ રૂપિયા મળ્યા હતા. જ્યારે બીજી તરફ હિલેરીને ૩૩૨૭ કરોડ અભિયાનમાંથી મળ્યા છે. ૩૨૦૧ કરોડ રૂપિયા પાર્ટી અને જોઈન્ટ ફંડરેજિંગ કમિટી તરફથી મળ્યા છે.આ ઉપરાંત ૧૧૨૬ કરોડ સુપર પોલિટિકલ એકશન કમિટી તરફથી મળ્યા છે.

You might also like