યુએસનું રોકાણ મેળવવામાં ભારતે ચીનને પછાડ્યું

મુંબઇ: અમેરિકી સીધું રોકાણ મેળવવામાં ભારતે ચીનને પાછળ રાખી દીધું છે. અમેરિકી રોકાણકારોએ ચીન કરતાં ભારતમાં સીધું રોકાણ વધુ કર્યું છે. યુએસ ટ્રેઝરી દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર અમેરિકી વિદેશી ઇક્વિટી હોલ્ડિંગ્સનો ભારતે ૧.૮ ટકા હિસ્સો પ્રાપ્ત કર્યો છે, જ્યારે ચીને ૧.૬ ટકા હિસ્સો મેળવ્યો છે.

અમેરિકી રોકાણકારો દ્વારા ડિસેમ્બર ૨૦૧૫માં ભારતમાં ૧૨ અબજ ડોલરનું સીધું રોકાણ કર્યું છે, જ્યારે સપ્ટેમ્બર ૨૦૧૩માં આ આંકડો સાત અબજ ડોલરનો હતો. આ જ સમયગાળામાં પ્રત્યક્ષ અમેરિકી રોકાણનો આંકડો ૧૨.૮ અબજ ડોલરથી ઘટીને ૧૧.૧ અબજ ડોલરની સપાટીએ પહોંચી ગયું છે.

યુએસ ટ્રેઝરી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ અવરેજ અમેરિકી રોકાણકારના ઊભરતાં બજારોમાં રોકાણ વર્ષ ૨૦૦૯માં ૧૮ ટકાની સરખામણીએ વર્ષ ૨૦૧૫માં ઘટીને ૧૨ ટકાના સ્તરે પહોંચી ગયું છે.

You might also like