અમેરિકાએ હિઝબુલ મુઝાહિદ્દીનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન જાહેર કર્યું..

જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમયથી આતંકવાદને અંજામ આપનાર હિઝબુલ મુઝાહિદ્દીનને અમેરિકાએ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા ઇમિગ્રેશન એન્ડ નેશનલ એક્ટ હેઠળ એક્ટ 219 અને એક્ઝેક્યુટિવ ઓર્ડર 13,224 હેઠળ હિઝબુલને સ્પેશિયલ ડિઝાઈનેટ ગ્લોબલ ટેરરિસ્ટ (SDGT) જાહેર કરવામાં આવ્યું છે.

જેના કારણે અમેરિકામાં આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન સાથે જોડાયેલી તમામ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. તેની સાથે હવે હિઝબુલ મુઝાહિદ્દીનની તમામ પ્રવૃત્તિઓમાં પણ પુરી રીતે બેન લાગાવામાં આવ્યો છે. આ ઉપરાંત આ આતંકવાદી સંગઠન સાથે કોઈપણ પ્રકારની નાણાંકીય લેવડ-દેવડ નહી કહી શકે. વર્ષ 1989માં બનેલ આ આતંકવાદી સંગઠન લાંબા સમયથી જમ્મુ-કાશ્મીરમાં પોતાના આતંકવાદને અંજામ આપતો હતો. કાશ્મીરમાં આ સૌથી મોટું અને જૂનું આતંકવાદી સંગઠન છે.

હિઝબુલ મુઝાહિદ્દીનને વડા આંતરરાષ્ટ્રીય આતંકવાદી મોહમ્મેદ યૂસુફ શાહ ઉર્ફ સૈયદ સલાહુદ્દીન છે. હિઝબુલ મુઝાહિદ્દીન એપ્રિલ 2014માં જમ્મુ-કાશ્મીરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ સહિત અનેક આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે. જેમા 17 લોકો ઘાયલ થયા હતા

બુધવારે US પબ્લિક એન્ડ ધ ઇન્ટરનેશનલ કમ્યૂનિટી દ્વારા હિઝબુલ મુઝાહિદ્દીનને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવાની જાણકારી આપી હતી.

You might also like