અમેરિકન બજારમાં તેજીઃ ડાઉ જોન્સ વિક્રમી ઊંચાઈએ

નવી દિલ્હી: અમેરિકન બજારમાં જોરદાર તેજી જોવા મળી છે. તેજીના આ દોરમાં ડાઉ જોન્સ અને એસએન્ડપી-૫૦૦ ઇન્ડેક્સ રેકોર્ડ ઊંચાઇએ પહોંચી ગયા છે. યુરોપિયન બજારમાં તેજીના કારણે અમેરિકન બજારને પણ પ્રોત્સાહન મળ્યું છે. યુરોપિયન બજાર બે ટકાના ઉછાળા સાથે બંધ રહ્યાં હતાં. હવે ઇસીબી બેઠક પર રોકાણકારોની મીટ છે. અમેરિકન બજારમાં ૧.૧૫થી ૧.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ૩૦૦ પોઇન્ટ એટલે કે ૧.૫ ટકાના ઉછાળા સાથે ૧૯,૫૫૦ની સપાટી પર બંધ રહ્યો હતો, જ્યારે એસએન્ડપી-૫૦૦ ઇન્ડેક્સ ૨૯.૧ પોઇન્ટ એટલે કે ૧.૩ ટકાની મજબૂતી સાથે ૨૨૪૧.૪ની સપાટીએ બંધ રહ્યો હતો.

એશિયાઇ બજારોમાં પણ સારી મજબૂતી સાથે ટ્રેડિંગ જોવા મળ્યું હતું. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૧૪૧ પોઇન્ટ એટલે કે ૦.૭૫ ટકાના ઉછાળા સાથે ૧૮,૬૩૮ની સપાટીએ પહોંચી ગયો છે. હેંગસેંગ ૧૧૮ પોઇન્ટ એટલે કે ૦.૮ ટકાની મજબૂતી સાથે ૨૨,૯૯૦ની સપાટીને આંબી ગયો છે.
http://sambhaavnews.com/

You might also like