અમેરિકાના હવાઈ હુમલામાં ISની પ્રચાર એજન્સીના સ્થાપકનું મોત

બૈરુત: પૂર્વ સિરિયામાં અમે‌િરકાના નેતૃત્વવાળી ગઠબંધન સેનાએ કરેલા હવાઈ હુમલામાં ઈસ્લામિક સ્ટેટ ગ્રૂપની કુખ્યાત પ્રચાર એજન્સી અમાકના સ્થાપકનું મોત થયું છે. માર્યા ગયેલા આઈએસના આતંકીનું નામ રયાન મશાલ હતું. તેને બરા કાદકના નામથી પણ ઓળખવામાં આવતો હતો.

ઈરાક નજીક આવેલી સિરિયાની સરહદ પાસેના આઈએસના કબજાવાળા શહેર મયાદીનમાં ગઠબંધન સેનાએ કરેલા બોમ્બમારામાં રયાન માર્યો ગયો હોવાનું બહાર આવ્યું છે તેમ સિરિયાઇ વિપક્ષી કાર્યકરોએ જણાવ્યું હતું તેમજ રયાનના મોત અંગે અનેક સિરિયાઇ કાર્યકરોએ ફેસબુક પર માહિતી રજૂ કરી છે, જેમાં મુખ્ય મીડિયા એજન્સી આઈ ઓન ધ હોમલેન્ડના ફેસબુક પેજ પર પણ આ સમાચારને રજૂ કરાયા છે, જેમાં લખવામાં આવ્યું છે કે મશાલ દાયેશની અમાક ન્યૂઝ એજન્સીના સ્થાપકોમાંથી એક હતો.

મયાદીન શહેરમાં ગઠબંધન સેનાના હવાઈ હુમલામાં તેનું અને તેની પુત્રીનું મોત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દયેશ ઈસ્લામિક સ્ટેટનું અરબી નામ છે. મશાલ દ્વારા કથિત રીતે લખવામાં આવેલા એક ફેસબુક પોસ્ટને પણ તેના મોતની સાબિતી તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જોકે આ બાબતને અમેરિકાના નેતૃત્વવાળી ગઠબંધન સેના કે સિરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ મોનિટ‌િરંગ ગ્રૂપે સમર્થન આપ્યું નથી.

જ્યારે વિપક્ષી ન્યુઝ નેટવર્ક અલેપ્પો-૨૪ના એકિઝક્યુ‌િટવ ડાયરેકટર મહંમદ ખાલીદે જણાવ્યું કે આઈએસમાં સામેલ થતાં પહેલાં મશાલ એક ચર્ચાસ્પદ મીડિયા એકિટ‌િવસ્ટ હતો. મેં તેની ૨૦૧૨માં મુલાકાત લીધી હતી. બરા (મશાલ) અલેપ્પોનો એક જૂનો ક્રાંતિકારી હતો. ખાલીદના જણાવ્યા મુજબ ૨૦૧૩ સુધી મશાલે એક મીડિયા એકિટ‌િવસ્ટ તરીકે કામ કર્યું હતું.
http://sambhaavnews.com/

You might also like