હંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ

વોશિંગ્ટનઃ ટ્રમ્પ સરકાર સપ્ટેમ્બરના અંતથી અમેરિકામાં કેટલાક હંગામી કામ માટે ૩૦,૦૦૦થી વધુ વિદેશી કામદારોને વિઝા આપવાની યોજના બનાવી રહી છે. યોજનાની વિગતો પણ નિયમમાં સામેલ છે, તેનાથી મત્સ્યપાલન, લાકડાના કામકાજ સાથે જોડાનારી કંપનીઓ અને હોટલોને ફાયદો થશે. આ તમામ કામ હંગામી હોય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એચ-રબી વિઝા માત્ર એક વિદેશી કામદારોને જારી કરાશે.

જેની પાસે છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં વિઝા રહ્યા હશે. કેટલાક વિઝાધારકોને તેમના એમ્પ્લોયર દર વર્ષે કામ પર પાછા લઈ આવતા હતા. હંગામી નિયમના પ્રકાશન બાદ અમેરિકી નાગરિકતા અને ઈમિગ્રેશન સેવા કામદારો તરફથી એમ્પ્લોયર પાસે અરજી લેવાનું શરૂ કરશે. બુધવારે આ અંગે નિયમ પ્રકાશિત થાય તેવી શક્યતાઓ છે.

મજબૂત અર્થવ્યવસ્થામાં એમ્પ્લોયર માટે શ્રમિકોની શોધ કરવી કઠિન હોય છે અને દરેક નાણાકીય વર્ષમાં ૬,૦૦૦ સિઝનલ વિઝાની સંખ્યા નક્કી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે એક અમેરિકી કોર્ટે ભારતીયોને વિઝા પોલિસીમાં તાત્કાલિક રાહત આપવાના આદેશ આપ્યા છે. આ આદેશ યુનાઈટ સ્ટેટ્સ સિટીઝન‌િશપ અને ઈમિગ્રેશન સર્વિસને પ્રતિકૂળ નીતિ લાગુ કરવાથી રોકે છે. આ હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ત્યાં રહેવા પર ગેરકાયદે ઉપસ્થિતિ ગણાવાઈ છે.

કોર્ટ દ્વારા ઉઠાવાયેલું પગલું મહત્ત્વનું છે, કેમ કે આ કાયદો નિશ્ચિત સમયમર્યાદા માટે અમેરિકામાં તમારી એન્ટ્રી કરવાથી રોકી શકે છે. અમેરિકામાં અભ્યાસ કરી રહેલા બે લાખ ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. અમેરિકા જતાં પહેલાં જે પણ વ્યક્તિ અહીં ૧૮૦ દિવસથી વધુ સમય સુધી ગેરકાયદે રીતે હોય તેને આગામી ત્રણ વર્ષ ફરી વખત અમેરિકામાં જતાં રોકી શકાય છે. આ ઉપરાંત અમેરિકામાં એક વર્ષથી વધુ સમય સુધી રહેતી વ્યક્તિને ૧૦ વર્ષ સુધી અહીં આવતાં રોકી શકાય છે.

You might also like