અમેરિકા ભારતને 24 એ‌ન્ટિ સબમરીન એમએચ-60 રોમિયો હે‌લિકોપ્ટર આપશે

ઇન્ડિયન નેવી હવે વધુ મજબૂત થશે. અમેરિકાએ ભારતને ર૪ એન્ટિ સબમરીન એમએચ-૬૦ આર રોમિયો સીહોક હેલિકોપ્ટરના વેચાણને મંજૂરી આપી દીધી છે. આના કારણે સબમરીનને નિશાન બનાવવામાં ભારતની પ્રહારક્ષમતા વધશે.
આ ઘાતક એમએચ-૬૦ આર રોમિયો સીહોક હેલિકોપ્ટરથી મિસાઇલો પણ દાગી શકાશે. આ હેલિકોપ્ટરને ખાસ કરીને દરિયાઇ મિશન માટે તૈયાર કરવામાં આવ્યાં છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ર.૪ અબજ ડોલરની અંદાજિત કિંમત પર ભારતને આ હેલિકોપ્ટર વેચવાની ડીલ થશે.

અમેરિકન વિદેશ વિભાગે જણાવ્યું છે કે અમેરિકન કોંગ્રેસે ભારતને ર.૬ અબજ ડોલરની કિંમતમાં ર૪ હેલિકોપ્ટર વેચવા માટે લીલી ઝંડી આપી દીધી છે. એમએચ-૬૦ આર હે‌િલકોપ્ટરનું નીક નેમ રોમિયો છે. તે ખાસ કરીને સબમરીનને નિશાન તાકવા માટે બનાવવામાં આવ્યું છે. લોકહીડ મા‌િર્ટન દ્વારા નિર્મિત આ હેલિકોપ્ટર સબમરીન અને વિમાન વાહક જહાજને સચોટ નિશાન તાકવામાં સક્ષમ છે, સાથે જ આ હેલિકોપ્ટર સમુદ્રમાં સર્ચ અને રેસ્કયૂ ઓપરેશન જેવાં કાર્યોમાં પણ ઉપયોગી નીવડશે.

અમેરિકન વિદેશ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ડીલ અમેરિકા-ભારતીય વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવામાં અને એક મુખ્ય ડિફેન્સ પાર્ટનરની સુરક્ષામાં સુધારો કરવામાં મદદ કરશે તેમજ સંયુકત રાજ્યની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષામાં પણ સહયોગ આપશે. તેના વેચાણ દ્વારા દ‌િક્ષણ એશિયાઇ ક્ષેત્રમાં રાજકીય સ્થિરતા, શાંતિ અને આર્થિક પ્રગતિને વેગ મળશે.

એમએચ-૬૦ રોમિયો હે‌િલકોપ્ટર અત્યારે માત્ર અમેરિકા પાસે જ છે. આ ર૪ હેલિકોપ્ટરની ખરીદી બાદ સરકારની યોજના આવા ૧ર૩ હે‌િલકોપ્ટર દેશમાં બનાવવાની છે. તાજેતરના દિવસોમાં ભારત અને અમેરિકાના સંબંધો વધુ સુદૃઢ થયા છે. ટ્રમ્પ પ્રશાસને તેના બદલે ભારતીય સેનાની જરૂરિયાત અનુસાર હાઇટેક અમેરિકન સૈન્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટેનો માર્ગ મોકળો કરી દીધો છે.

You might also like