ઉત્તર કોરિયા પર નવા પ્રતિબંધ લાગૂ કરશે અમેરીકા

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઉત્તર કોરિયા પર સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત પ્રતિબંધ લાગુ કરવા અગેના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે. વ્હાઇટ હાઉસ દ્વારા મળતી માહિતી પ્રમાણે ઓબામાએ ઉત્તર કોરિયાની ઉર્જા, નાણાકીય તેમ જ શીપીંગ સંપતિને નિશાન બનાવવા સાથે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે. ઉત્તર કોરિયા દ્વારા 6 જાન્યુઆરીએ કરેલા પરમાણુ પરીક્ષણ અને 7 ફેબ્રુઆરીએ કરેલા બૈલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ પછી આ પ્રતિબંધ લાગવા અંગે સંયુક્ત રાષ્ટ્ર પાસેથી સહમતિ પ્રાપ્ત થઇ હતી. ઓબામાની સહી કરેલા દસ્તાવેજ પ્રમાણે આ આદેશ ઉત્તર કોરિયાના લોકો માટે નહીં પરંતુ સરકારને નિશાન બનાવવા કરવામાં આવ્યો છે

You might also like