મંગળની ધરતી પર અમેરિકા કરશે આવું કામ, જે નથી કર્યુ કોઈએ….

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ પોતાના મંગળ ગ્રહ સાથે જોડાયેલી પરિયોજનામાં વધુ એક સફળતા જોડવાનો ફેસલો કર્યો છે. નાસાએ શનિવારે કહ્યુ કે તેણે 2020 સુધીમાં લાલ ગ્રહ માટે પોતાનું પહેલુ હેલીકોપ્ટર લોન્ચ કરવાની યોજના બનાવી છે, આ હોલીકોપ્ટર નાનુ અને માનવ રહિત જેવુ હશે જે મંગળ વિશે આપણી સમજને વધારી શકે.

નાસાએ તેને મંગળ હોલીકોપ્ટરનું નામ આપ્યુ જેનું વજન ચાર પાઉન્ડ (1.8 કિલોગ્રામ) થી ઓછુ હશે. એનો આકાર સોફ્ટબોલ જેવો હશે. નાસાના પ્રમાણે તેની બ્લેડ લગભગ 3000 આરપીએમની ગતીથી ફરી શકશે જે ધરતી પર રહેલા હેલીકોપ્ટરની સરખામણીમાં લગભગ 10 ગણુ ઝડપી હશે.

નાસાના પ્રશાસક જિમ બ્રિડેનસ્ટીને કહ્યુ કે તેના વ્હીલ્સ જેમ રોબોટનું લક્ષ્ય પર્યાવરણ અને પ્રાચીન સંકેતોની શોધ કરવું તેમજ ભવિષ્યના માનવ મિશન માટે જોખમોનું મુલ્યાંકન કરવાનું રહેશે. જિમના કહ્યા પ્રમાણે કોઈ અન્ય ગ્રહના આકાશ પર ધરતી પરથી ગયેલા હેલીકોપ્ટરનું ઉડવાનો વિચાર જ રોમાંચકારી છે. કોઈ પણ દેશે હજુ બીજા ગ્રહ પર હેલીકોપ્ટર ઉડાડવાનું સાહસ કર્યુ નથી.

ગાડીના આકારના યાન સાથે છોડવામાં આવશે હેલીકોપ્ટર

અધિકારીના જણાવ્યા પ્રમાંણે આ હેલીકોપ્ટર મંગળ ગ્રહ સુધી ગાડીના આકારના યાન સાથે જશે. હેલીકોપ્ટરને સપાટી પર છોડ્યા બાદ આ યાન નિશ્ચિત અંતરેથી તેને નિર્દેશ કરતુ રહેશે. તેને બેટરીઓના ચાર્જ થવા પર અને પરીક્ષણ પુરુ થઈ ગયા બાદ 2020 સુધીમાં લોન્ચ કરવામાં આવશે જેનું 2021 સુધીમાં સ્થાપિત થવાની આશા
છે.

You might also like