અમેરિકા બંધ કરશે ભારતને કરોડો ડોલરની મદદ, પણ પાકિસ્તાન પર વેડફશે પૈસા

વોશિંગટનઃ અમેરિકાએ નાણાકિય વર્ષ 2018માં ભારતને મળનારી આર્થિક મદદ પર કાપ મૂકવાની યોજના બનાવી છે. જો કે પાકિસ્તાનને અમેરિકા તરફથી મળનારી 20 કરોડ ડોલરની અમેરિકી સહાય યથાવત રહેશે. અમેરિકા તરફથી અન્ય દેશોને ફાળવવામાં આવતા બજેટના સંવેદનશીલ દસ્તાવેજો અંગે ખૂલાસા કર્યા છે.

હાલ અમેરિકા તરફથી આ અંગે જાહેરાત થઇ નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ તરફથી આર્થિક મદદમાં કાપ ભારત માટે મોટો ફટકો સાબિત થઇ શકે છે. અત્યાર સુધી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપે ભારત સમર્થક અને પાકિસ્તાની વિરોધી માનવામાં આવતા હતા. પરંતુ ટ્રંપ સત્તાધિશોની બજેટ કાપની નીતિથી દ્રષ્ટિકોણ બદલાઇ ગયો છે. આ પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપે પર્યાવરણ સંરક્ષણ માટે રિસર્ચમાં કામ મૂક્યો હતો. જેને લોકોએ ખૂબ જ વિરોધ કર્યો હતો.

http://sambhaavnews.com/

You might also like