અમેરિકા પણ ૨૧ જૂને યોગમય બની જશેઃ તડામાર તૈયારીઓ શરૂ

વોશિંગ્ટન: અમેરિકામાં હાલ આગામી યોગ દિવસની ઉજવણીને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. જેમાં મેનહટ્ટન સ્કાયલાઈનની પૃષ્ઠભૂમિમાં યોગ અંગે ખાસ તાલીમ આપવામાં આ‍વી હતી. આ અંગે હાલ અમેરિકામાં વિવિધ જગ્યાએ તડામાર તૈયારી ચાલી રહી છે.

આ અંગે અમેરિકામાં યોગ દિવસની ચોથી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય વાણિજ્ય દુતાવાસે બે કલાક માટેના કાર્યકમનું આયોજન કર્યું હતું. જેમાં અનેક લોકોએ યોગ ધ્યાન, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ અને વિવિધ પ્રકારના યોગાસનના કાર્યકમ યોજયા હતા. જેમાં અનેક લોકો તેમના પરિવારજનો સાથે ખાસ હાજરી આપવા આવ્યા હતા. આ અંગે મુખ્ય અતિથિ સેનેટર કેરોલિન મેલનીએ જણાવ્યું કે યોગ શરીરને સ્વસ્થ રાખ‍વામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અને હું દરરોજ યોગ કરું છુ. વ્યાયામ સાથે મગજને આરામ આપતી આ અદભુત પ્રાચીન શૈલી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે યોગ કરવાથી તણાવ, થાક અને જૂની બીમારીઓમાથી છુટકારો મળી શકે છે. અમેરિકામાં લગભગ ૩.૬ કરોડ લોકો આવી ભારતીય પ્રાચીન વિજ્ઞાનનો અભ્યાસ કરે છે.૨૦૧૨ થી ૨૦૧૫ દરમિયાનવ અમેરિકામાં યોગ કરનારાઓની સખ્યામાં ૮૦ ટકા વધારો થયો છે. આ રીતે યોગે ભારત અને અમેરિકાના સંબંધોને નવી દિશા ચીંધી છે. આ રીતે અમેરિકામાં હાલ આગામી યોગ દિવસની ઉજવણીને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. ભારતીય વાણિજ્ય દુતાવાસે બે કલાક માટેના કાર્યકમનું આયોજન કર્યું હતું. જેમાં અનેક લોકો સામેલ થયા હતા.

You might also like