અમેરિકાના કેરોલિનાની સ્કૂલમાં ફાયરિંગઃ પાંચને ઈજા

ટાઉનવિલે: અમેરિકાના દક્ષિણ વિસ્તારમાં આવેલા કેરોલિનાની એક એ‌િલમેન્ટરી પ્રાથમિક સ્કૂલમાં ગઈ કાલે મોડી સાંજે થયેલા ફાયરિંગમાં ત્રણ શિક્ષક અને બે વિદ્યાર્થીને ઈજા થઈ હોવાનું જણાવાયું છે. આ ફાયરિંગ કરવાના કેસમાં એક શંકાસ્પદ કિશોરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  આ અંગે સૌથી પહેલાં કાનૂન પ્રવર્તન અધિકારીને સ્કૂલમાં ફાયરિંગ થયાની જાણ થઈ હતી. ન્યૂઝ મીડિયા નામની એક એજન્સીએ એન્ડરસન કાઉન્ટીની શેરિફ ઓફિસના અધિકારી લેફ. શૈલ કોલના સમર્થનથી જણાવ્યું હતું કે આ ફાયરિંગ અન્ડરસન કાઉન્ટીની ટાઉનવિલે એ‌િલમેન્ટરી સ્કૂલમાં ગઈ કાલે મોડી સાંજે થયું હતું. ડબલ્યુવાઈએફએફ ટીવીના અહેવાલ અનુસાર ફાયરિંગની આ ઘટના બાદ સ્કૂલના વિદ્યાર્થીઓને હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને નજીકના એક ચર્ચમાં રાખવામાં આવ્યા છે, જ્યાં હાલ તમામ બાળકો સુરક્ષિત છે. આ સ્કૂલ જ્યોર્જિયા રાજ્યની સરહદ પાસે આવેલી હોવાનું જણાવવામાં આવે છે અને તેમાં 286 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જે વિદ્યાર્થીઓને ઈજા થઈ છે તેમને કોઈ વધુ ખતરો નથી અને તેમને હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યારે અધિકારીઓની એક ટીમે ખતરાની આશંકાથી સ્કૂલની તલાશી લીધી હતી. તપાસ અધિકારી આ સ્કૂલથી અઢી કિલોમીટર દૂરથી મળેલી એક લાશની પણ તપાસ કરી રહ્યા છે.

You might also like