વિદેશી કંપનીઓને અમેરિકામાં કોઇ જ લાભ નહીઃ ટ્રંપ

વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સંસદના પહેલા સંયુક્ત સત્રને સંબોધિત કરી રહ્યાં છે. હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટને આદેશ આપ્યો છે કે વોયસ નામની ઓફિસ બનાવવામાં આવે. જ્યાં અપ્રવાસી પીડિતોની સમસ્યા સાંભળવામાં આવે. દેશની સુરક્ષાને પ્રધાન્ય આપવા સાથે રક્ષા બજેટમાં તેને વધારવાની જાહેરાત ટ્રંપે તેમના નિવેદનમાં કરી છે.

સાથે જ ટ્રંપે જણાવ્યું છે કે હવે વિદેશી કંપનીઓને અમેરિકાનો ફાયદો નહીં થાય. અમેરિકનોને જ પ્રાધાન્ય આપવામાં આવશે. ટ્રંપે અમેરિકામાં થઇ રહેલી હત્યાઓની ઘટાને વખોડી છે. આ સાથે જ ટ્રંપે અશ્વોતો સહિત બીજા નબળા વર્ગ માટે નવું શિક્ષા બિલ પાસ કરવાની જાહેરાત કરી છે. ઓબામાકેરને બદવા માટે તેમણે કોંગ્રેસનું આહ્વાન કર્યું છે. ટ્રંપે તેમના નિવેદનમાં કહ્યું છે કે તે ડ્રગ્સ અને નશા વાળી વસ્તુઓ સામે લડત આપશે અને દેશમાંથી તેને નાબુદ કરશે. સાથે જ સ્વાસ્થ્ય વીમો સસ્તો કરવામાં આવશે.

ઓમાબાની સ્વાસ્થ્ય નીતિને ટ્રંપે અયોગ્ય ગણાવી છે. ISIS મુસ્લિમો, ઇસાઇઓને મારે છે. જેમને આપણે દુનિયાના મુસ્લિમ સહિયોગીની મદદ લઇને નાબુદ કરીશું. રાષ્ટ્રની રક્ષા માટે કટ્ટરપંથી ઇસ્લામી આતંદવાદ વિરૂદ્ધ કડક પગલાં લઇશું. પાછળની ભૂલોને ફરી નહીં થવા દઇએ. અમેરિકા ફરી એક વખત મહાન બનશે. જેના માટે આપણા હિતોને પણ એક તરફ કરી દઇશું. બીજા દેશની સુરક્ષા માટે આપણે આપણી સુરક્ષા દાવ પર લગાવી દઇશું. ટ્રંપે કંસાસ ઘટનાની નિંદા કરી હતી. સાથે જ મૃતકને શ્રદ્ધાંજલી પણ પાઢવી હતી.


http://sambhaavnews.com/

 

You might also like