અમેરિકામાં બે દિવસમાં ચાર પોલીસ અધિકારીની હત્યા

વોશિંગ્ટન: અમેરિકામાં નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંંટાયા બાદ અમેરિકામાં ચાલતા વિરોધ પ્રદર્શનનો દોર અટકતો નથી ત્યારે આવી સ્થિતિમાં વંશીય હુમલામાં પણ વધારો થયો છે, જેમાં બે દિવસમાં અમેરિકાનાં વિવિધ શહેરોમાં ચાર પોલીસ અધિકારીની હત્યા થઈ છે. આ ઘટનામાં એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે આવા હુમલા જાતીય હુમલાનો એક ભાગ છે. અમેરિકાના સેન્ટ એન્ટોનિયો, સૈનીબેલ, સેન્ટ લુઈસ અને ગ્લૈડસ્ટોન જેવા શહેરમાં પોલીસ અધિકારીઓ પર આવા હુમલા થયા છે.

જેમાં સેન્ટ એન્ટાેનિયોમાં પોલીસમથક સામે જ એક સિનિયર પોલીસ અધિકારી બેન્જામિન માર્કોનીના માથામાં બે ગોળી મારવામાં આવી હતી. આ ઘટનામાં અમેરિકાનાં પ્રથમ મહિલા મિશેલ ઓબામા અંગે ટીકા કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીને બરતરફ કર્યાના થોડા દિવસ પહેલાં એપ ઈન હિલ્સની ટીકાને લઈને એક મેયરને પણ હટાવી દેવામાં આવ્યા છે જ્યારે ટ્રમ્પના સમર્થક પોલીસ અધિકારી જોએલ હંસ્કને પણ ટીકા કરવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેણે મેલિના ટ્રમ્પની તસવીર પર કેટલીક ટીકાત્મક ભાષામાં લખાણ કર્યું હતું. આમ, ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ અમેરિકામાં જાતીય અને વંશીય હુમલાના પ્રમાણમાં વધારો થયો છે, જેમાં ચાર પોલીસ અધિકારીની હત્યા થઈ છે.

You might also like