અમેરિકાએ PM મોદીને ગણાવ્યા સારા મિત્ર, વાતચીતથી ડોકલામ વિવાદ ઉકેલે ચીન

વોશિંગ્ટન : સિક્કિમના ડોકલામમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિ પર અમેરિકા સતત નજર રાખી રહ્યું છે. આ સાથે જ અમેરિકાએ ભારત અને ચીનને ડોકલામ વિવાદને શાંતિ તેમજ વાતચીતથી દુર કરવા જણાવ્યું છે. અમેરિકાએ ડોકલ વિવાદ પર જણાવ્યું હતું કે ભારત-ચીન આ મામલે વાતચીત કરે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ નોર્ટે એક સંમેલનમાં જણાવ્યું હતું કે આ એવી સ્થિતિ છે જેની ઉપર અમેરિકા સતત નજર રાખી રહ્યું છે. અમારા બંને સરકાર સાથે સંબંધ સારા છે. અમે બંને પક્ષ સાથે બેસીને વાતચીત કરવા પ્રોત્સાહન આપીએ છીએ.
http://sambhaavnews.com/

You might also like