ઉત્તર કોરિયા સામે નવા પ્રતિબંધ લાદવા ઓબામાએ ચીમકી આપી

વોશિંગ્ટન: ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાઅે પ્યોંગયાંગને નવા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધની ચેતવણી આપી છે.તેમણેે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમેરિકા આવા પરમાણુ પરીક્ષણને કયારેય પણ પરમાણુ શકિત સંપન્ન રાષ્ટ્ર તરીકે નહિ સ્વીકારે. ત્યારે બીજી તરફ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પરમાણુ પરીક્ષણની આકરી ટીકા કરતાં જણાવ્યું છે કે આ સંબંધે તે ટૂંક સમયમાં જ અેક પ્રસ્તાવ લાવશે. બીજી તરફ પરમાણુ પરીક્ષણની માહિતી મળ્યા બાદ ઓબામાઅે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પાક ગુન હે અને જાપાનના વડા પ્રધાન શિંજો અાબે સાથે પણ આ મામલે ચર્ચા વિચારણા કરી છે.

આ અંગે ઓબામાએ અેક નિવેદનમાં જણાવ્યું છે કે અમે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, અમારા છ પક્ષીય ભાગીદાર અને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મળીને કામ કરવાની સહમતિ દર્શાવી છે કે જેથી વર્તમાન કાર્યવાહીને વધુ કડકાઈથી લાગુ કરી શકાય. અને નવા પ્રતિબંધો સહિત વધારાનાં પગલાં લઈ શકાય. આ અંગે વ્હાઈટ હાઉસના પ્રવકતા જોશ અર્નેસ્ટે જણાવ્યું કે રાષ્ટ્રપતિઅે સંકેત વ્યકત કર્યાે છે કે તેઓ અમારા ભાગીદાર અને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે આવનારા દિવસોમાં વિચાર વિમર્શ ચાલુ રાખશે.

જેથી એ વાત નક્કી કરી શકાય કે ઉત્તર કોરિયાને આવાં પગલાં બદલ તેનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ઓબામાને તે સમયે વર્તમાન સ્થિતિ અંગે સૂચના આપવામાં આવી હતી. જ્યારે તેઓ એશિયાના પ્રવાસથી સ્વદેશ જવા રવાના થયા હતા. તેઓ સત્તાવાર વિમાન અેરફોર્સ વનમાં બેઠા હતા. ઓબામાઅે તેમનાં આ વિમાનમાંથી જ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પાક ગુન હે અને જાપાનના વડા પ્રધાન શિંજો અાબે સાથે આ મુદે વાતચીત કરી હતી.

You might also like