હોશિયાર ભારતીયોની અમેરિકાને જરૂર છે : ટ્રંપ

અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવારીની દોડમાં અગ્રેસર એવા ડોનાલ્ડ ટ્રંપે કહ્યું છે કે અમેરિકાની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરી રહેલા ભારતીયોને બહાર ન કાઢવા જોઇએ કારણે દેશને તેમના જેવા હોશિયાર લોકોની જરૂર છે.

તેમણે કહ્યું કે આપણેને કદાચ આ બાબત યોગ્ય  નહીં લાગે. પરંતુ આપણા દેશને આવા લોકોની સખ્ત જરૂર છે. તેમણે કહ્યું કે પોતાના દેશમાંથી તેઓ ભણવા માટે હાવર્ડ યુનિવર્સિટીની પસંદગી કરે છે અને અભ્યાસ કરીને પાછા વતન ફરીને પોતાના દેશમાં જ પોતાની કંપીઓ સ્થાપે છે અને દેશના લોકો માટે રોજગારી પણ વધારે છે.

એચ-1બી વિઝાના કેટલાક પાસાઓ અંગે તેમણે કહ્યું કે, ઘણા લોકો આપણા દેશમાં રહેવા માંગે છે. પરંતુ આપણે ત્યાં સ્તાનકની ડિગ્રી  પછી તેમને જોએ એવી તકો મળતી નથી અને તેઓ વતનની વાટ પકડી લે છે. ત્યારે આપણા દેશને આવા હોશિયાર અને કાબીલ લોકોની જરૂર છે. ઉલ્લેખનીય છે કે પોતાના અભિયાનની શરૂઆતથી જ ટ્રંપ એચ-1 વીઝા કાર્યક્રમને નાબુત કરવાની કવાયત કરી રહ્યાં છે.

You might also like