હિંદ મહાસાગરમાં ભારત સાથે કંઈ થશે તો ચૂપ નહિ બેસીએઃ અમેરિકા

નવી દિલ્હી: ભારત સાથે સરહદની બાબતે વિવાદમાં ઊતરેલા ચીનને ચેતવણી આપતા અમેરિકાએ જણાવ્યું છે કે જો હિંદ મહાસાગરમાં ભારત સાથે કંઈપણ થશે તો અમે તેની સામે ચૂપ નહિ રહીએ. જો આવી સ્થિતિ ઊભી થશે તો અમેરિકા ઉપરાંત જાપાન અને ઈન્ડોનેશિયા તેમજ ઓસ્ટ્રેલિયા પણ ભારતની મદદ માટે આગળ ‍આવી શકે છે.

ભારતની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન જુલી બિશાપે પણ આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે હિંદ મહાસાગરમાં હાલ જે સ્થિતિ ઊભી થઈ છે તે અંગે જણાવ્યું હતું કે જે રીતે ચીન સતત આ વિસ્તારમાં તેની સેનાને આગળ ધપાવી રહી છે તેનાથી ‍ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રત્યાઘાત પડી શકે તેમ છે તેથી આ બાબતે ભારતની મદદ માટે ઓસ્ટ્રેલિયા ઉપરાંત અમેરિકા, જાપાન અને ઈન્ડોનેશિયા પણ આગળ આવી શકે તેમ છે. દરમિયાન બંગાળની ખાડીમાં હાલ માલાબારના નામે અમેરિકા, ભારત અને જાપાનની નૌસેના વચ્ચે યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. જેમાં વિશ્વના સૌથી મોટા વિમાનવાહક જહાજ અમેરિકી નિમિટઝને સામેલ કરવામાં આવ્યું છે.

http://sambhaavnews.com/

You might also like