અમેરિકામાં વધુ એક ગુજરાતી પર ફાયરિંગ, હાલત ગંભીર

અમદાવાદઃ ભારતીય પર હુમલાની વધુ એક ઘટના અમેરિકામાં બની છે. અલાબામા સ્ટેટના ટસ્કલુસા શહેરમાં રહેતા સુરતના 52 વર્ષીય નરેન્દ્રકુમાર અંબાલાલ પટેલ પર શુક્રવારે રાત્રે ડ્રગ્સના નશામાં ધૂત 1 અશ્વેતે ફાયરિંગ કર્યું હતું. હાલ નરેન્દ્ર પટેલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાથી પરિવારજનો તથા ગુજરાતી સહિતના ભારતીયોમાં ફરી ભયભીત થઇ ગયા છે. નરેન્દ્ર પટેલના પરિવાર તરફથી મળતી માહિતી મુજબ શુક્રવારે ઘટના બની હતી. ઘટનાને 5 દિવસ થવા છતાં હજી સુધી પોલીસ હુમલાખોરોને શોધી શકી નથી.

નરેન્દ્ર પટેલ વર્ષ 2005માં અમેરિકા સ્થાયી થયા હતા. ગ્રીનકાર્ડ હોલ્ડર નરેન્દ્રભાઈ પત્ની વીણાબહેન (51), પુત્ર ચિંતન, પુત્રવધૂ પાયલ અને ભાણેજ જીગર પટેલ સાથે અલાબામા રાજ્યના ટસ્કલુસા શહેરમાં રહે છે. નરેન્દ્રભાઈ, વીણાબહેન અને જીગર શહેરના ‘સબવે’ ફૂડ પાર્લરમાં નોકરી કરે છે. શુક્રવારે સાંજે 7 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) જીગરની ડ્યૂટી પૂરી થઈ હતી અને પટેલ દંપતીની ડ્યૂટી શરૂ થઈ હતી. રાત્રે 9.55 વાગ્યે નરેન્દ્રભાઈએ કૅશ કાઉન્ટર સાથે લિંક કરેલું કમ્પ્યૂટર બંધ કર્યું ત્યાં જ ડ્રગ્સના નશામાં ધૂત એક અશ્વેત પાર્લરમાં આવ્યો હતો અને રિવૉલ્વર બતાવી કૅશ આપી દેવા ધમકી આપી હતી. નરેન્દ્રભાઈએ કમ્પ્યુટર ચાલુ થવામાં થોડો સમય લાગશે, તેમ કહ્યું હતું પરંતુ અશ્વેત એટલા નશામાં હતો કે તેણે નરેન્દ્રભાઈ પર ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર એટલો જોશભેર હતો કે ગોળીની કૅપ અને કવર પણ શરીરમાં ઘૂસી ગયાં હતાં.

http://sambhaavnews.com/

 

You might also like