અમેરિકા: કાન્સાસની ફેક્ટ્રીમાં ગોળીબારમાં ચારના મોત

અમેરિકાના કાન્સાસ ટાઉનમાં એક ફેક્ટ્રીમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાર્વે કાઉટીના શેરિક ટી વાલ્ટને જણાવ્યું હતું કે આ ઘટનામાં મરનારની સંખ્યા વધી શકે છે. અત્યાર સુધી સાત લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે.

જો કે તે અંગે સત્તાવાર કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી. તેમણે જણાવ્યું હતું કે હુમલો કરનાર વ્યક્તિ એક્સેલ ઇન્ડસ્ટ્રીનો કર્મચારી હતો. જે પોલીસના હાથે માર્યો ગયો છે. જોકે હુમલાનું કોઇ સચોટ કારણ જાણવા મળ્યું નથી.  હુમલાને જોનારાઓએ જણાવ્યું છે કે પહેલા આરોપીએ પાર્કિંગ વિસ્તારમાં એક મહિલા પર ગોળીબાર કર્યો હતો ત્યાર બાદ એસેમ્બલી એરિયામાં પહોંચીને ત્યાં ફાયરિંગ કર્યું હતું.

 

You might also like