અમેરિકામાં ભારતીય ડોક્ટરની હત્યા, કારમાંથી મળી લાશ

અમેરિકાઃ અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યાની ઘટના સામે આવી છે. ભારતીય ડોક્ટરની અમેરિકાના મિશિગગનમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. હેનરી ફોર્ડ હોસ્પિટલમાં યૂરોલોજી વિભાગમાં કાર્યરત રાકેશ કુમારનો મૃતદેહ ગુરુવારે મોડી રાત્રે ડેટરોયટથી આશરે 90 કિલોમીટર દૂર  એક કારમાં પેસેન્જર સીટ પરથી મળી આવ્યો હતો. પોલીસ તેના મોતના કારણ જાણવા તપાસ કરી રહી છે.

રમેશ પોતાના સમયે હોસ્પિટલs કામ અર્થે ન પહોંચતા તેમના પિતાને સહકર્મીએ ફોન કર્યો હતો. રમેશભાઇને અનેક ફોન અને મેસેજ મોલવા છતાં કોઇ પણ પ્રકારનો રિપ્લાય ન મળતા. આ અંગેની જાણ તેઓએ પોલીસને કરી. પોલીસે રમેશભાઇનું લોકેશન ટ્રેસ કરીને તેમનો મૃતદેહ મેળ્યો હતો. હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. કુમારના પરિવારજનો પણ આધાતમાં છે. આ અંગે પરિવારજનો કહી રહ્યાં છે કે તેમને કોઈના પર શંકા નથી. જો કે તેઓ આ હેટ ક્રાઈમ હોવાનું માનવાનો પણ ઈનકાર કરી દીધો છે.

http://sambhaavnews.com/

You might also like