અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા પતિએ પત્નીને ભરણપોષણ નહીં ચૂકવતા વોરંટ

અમદાવાદ: અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે અમેરિકાથી ડિપોર્ટ થયેલા પતિ વિરુદ્ધમાં પત્નીને ભરણપોષણ નહીં આપતાં વોંરટ ઇશ્યૂ કર્યું છે. મેટ્રો કોર્ટે ભરણપોષણના રૂપિયા પતિ પાસેથી વસૂલ કરીને પત્નીને આપવા આદેશ કર્યો છે. જો રકમ ના ચૂકવે તો ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા પણ જણાવ્યું છે.

મેમનગર વિસ્તારમાં આવેલ જય શ્રી અંબિકાપાર્ક બંગલોમાં રહેતી ધર્મિષ્ઠાબહેન પટેલનાં લગ્ન ૧૩ વર્ષ પહેલાં વિનોદભાઇ જશુભાઇ પટેલ સાથે અમેરિકાના શિકાગોમાં થયાં હતાં. બન્ને જણા અમેરિકામાં પોતાનો પેટ્રોલ પંપ ચલાવતાં હતાં. કોઇ કારણસર બે વર્ષ પહેલાં ધર્મિષ્ઠાબહેન પર વિનોદભાઇએ રિવોલ્વર તાકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં ધર્મિષ્ઠાબહેને વિનોદભાઇ વિરુદ્ધમાં ફરિયાદ કરતાં અમેરિકા પોલીસે તેની ધરપકડ કરીને ૪પ દિવસ સુધી જેલમાં રાખ્યો હતો.

જેલમાં છૂટીને અમેરિકા પોલીસે તેને ડિપોર્ટ કર્યો હતો, જેના એક મહિના બાદ ધ‌િર્મષ્ઠાબહેન ૮પ લાખ રૂપિયામાં પેટ્રોલ પંપ વેચી મારીને બાળકો સાથે અમદાવાદ સાસરીમાં આવી ગયાં હતાં.  સાસરીમાં આવી ગયા બાદ વિનોદ અવારનવાર ધર્મિષ્ઠાબહેન સાથે મારઝૂડ કરતો હતો. ગત વર્ષે વિનોદભાઇ અને ધર્મિષ્ઠાબહેન ગોતા રોડ પર આવેલી ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેવા માટે આવી ગયાં હતાં. જ્યાં તારીખ રર-૭-૧૬ના રોજ વિનોદભાઇએ ધર્મિષ્ઠાબહેનને જાહેરમાં માર માર્યો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી, જેમાં ચાંદખેડા પોલીસે વિનોદભાઇ વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. વ્યાજ ધિરાણનો ધંધો કરતા અને ફેક્ટરી ચલાવતા વિનોદભાઇ વિરુદ્ધમાં ધર્મિષ્ઠાબહેન દ્વારા મેટ્રોપોલિટન કોર્ટમાં ડોમે‌િસ્ટક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી અને વચગાળાનું ભરણપોષણ માગ્યું હતું. દરેક પુરાવા તપાસતાં મેટ્રોપો‌િલટન કોર્ટે દર મહિને પપ હજાર રૂપિયા ભરણપોષણના આપવા માટે વિનોદભાઇને આદેશ કર્યા હતા.

વિનોદભાઇઅે દર મહિને ધર્મિષ્ઠાબહેનને પપ હજાર રૂપિયા નહીં આપતાં કોર્ટે તેમના વિરુદ્ધમાં વોરંટ ઇશ્યૂ કર્યું છે. વિનોદભાઇને ૪.૯પ લાખ રૂપિયા આપવાના નીકળતા હોવાથી કોર્ટે શહેરકોટડા પોલીસને આ રકમ વિનોદભાઇ પાસે વસૂલીને ધ‌િર્મષ્ઠાબહેનને આપવા આદેશ કર્યાે છે અને જો વિનોદભાઇ રૂપિયા આપે નહીં તો તેમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવા માટે આદેશ કર્યાે છે.

You might also like