અમેરિકામાં ઇરમા ત્રાટકવાનો ખતરોઃ ઇમર્જન્સી જાહેર

વોશિંગ્ટન: અમેરિકામાં એક વધુ વિનાશકારી તોફાન ત્રાટકવાની દહેશત છે. અમેરિકા પર થોડા સમય પહેલાં આવેલા હાર્વે તોફાન બાદ હવે સાઇકલોન ઇરમાનો ખતરો ઝળૂંબી રહ્યો છે. ઇરમા સાઇકલોન કેરેબિયન આઇલેન્ડ તરફ વધતાં અમેરિકામાં એલર્ટ જારી કરીને ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. ઇરમાના ખતરાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ વિમાની સેવાઓ રદ કરી દીધી છે અને શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ કર્યો છે. લોકોને ઘરની અંદર જ રહેવા અપીલ કરાઇ રહી છે. પાંચમી કેટેગરીમાં મૂકવામાં આવેલ ઇરમા સાઇકલોન તોફાનમાં તબદીલ થઇને અમેરિકા પહોંચી રહ્યું હોવાની ચેતવણી આપવામાં આવી છે. ઇરમાના કારણે પ્રતિકલાકના ર૮૦ કિલોમીટરની ઝડપે તેજ હવા ફુંકાઇ રહી છે.

You might also like