અમેરિકામાં અશ્વેત પ્રદર્શનની આ તસ્વીર હાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ

વોશિંગ્ટન : અમેરિકામાં ચાલી રહેલા અશ્વેતોનાં વિરોધ પ્રદર્શન વચ્ચે એક એવી તસ્વીર સામે આવી છે જે સોશ્યલ મીડિયા પર ઘણી જ ચર્ચાનો વિષય બનેલી છે. આ તસ્વીરમાં એક અશ્વેત મહિલા બિલ્કુલ શાંતિપુર્વક પોલીસની સામે ઉભેલી અને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં હાલનાં જ દિવસોમાં પોલીસનાં હાથે કેટલાક અશ્વેતોને ગોળી મારવાની ઘટનાં બાદથી જબર્દસ્ત તણાવની પરિસ્થિ છે. થોડા દિવસો પહેલા થયેલી હિંસામાં પાંચ પોલીસ કર્મચારીઓને પણ સ્નાઇપર્સે મારી નાખ્યા હતા.

જે મહિલાની તસ્વીર ચર્ચામાં છે તેને રોયટર્સનાં ફોટોગ્રાફર જોનાથન બાકમની તસ્વીર છે. આ તસ્વીરમાં એક અશ્વેત મહિલા રસ્તા પર કેટલાક પોલીસ પોલીસવાળાઓની સામે ઉભી છે અને તે પોલીસવાળા તેની ધરપકડ કરવાની તૈયારીમાં દેખાઇ રહ્યા છે. તસ્વીર અમેરિકી રાજ્ય લુસિયાનાનાં બેટનની છે.
સોશ્યલ મીડિયા પર લોકો આ તસ્વીરની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. તેની તુલનાં ઇતિહાસની તે કેટલીક ઓછી તસ્વીરોમાં થવા લાગી છે જેમાં કોઇ એક વ્યક્તિ જ વિરોધનો પ્રતિક રહી ચુક્યો છે. હાલ તો આ તસ્વીર સોશ્યલ મીડિયા પર ધુમ મચાવી રહી છે.

You might also like