તરુમિત્ર અમદાવાદી યુવાનોનું ખીલ્લી હટાવો અભિયાન, વૃક્ષો પરથી 100 કિલો જેટલી ખીલ્લીઓ કાઢી

જો તમે અમદાવાદના પશ્ચિમી વિસ્તારમાં દર બે દિવસે સવારના 10 વાગ્યાની આસપાસ જાવો તો તમને એક ખાસ પ્રકારની પ્રવૃત્તિ જોવા મળશે. અમદાવાદમાં એક તરફ તમને રાત્રીમાં પાર્ટીઓમાં રાચતા યુવાનો જોવા મળશે જ્યારે એક એવું ગ્રૂપ પણ છે યુવાનોનું જે એક પ્રવૃત્તિ માટે એકઠું મળે છે. આ ગ્રૂપ તરુમિત્રો છે.

ઘણા યુવાનીયાઓ આખી રાત પાર્ટીનો આનંદ માણે છે જ્યારે શહેર ઊંઘતું હોય છે પરંતુ અમદાવાદ શહેરના એવા પણ કેટલાક યુવાનો છે જેઓ પોતાના હાથમાં હથોડી અને લેડર અને પ્લકર લઈને એક વૃક્ષથી બીજા વૃક્ષ સુધી ફરતા જોવા મળે છે.

આ ગ્રૂપના લીડર રીતેશ શર્મા છે, જે HeyHI નામના ગ્રૂપના ફાઉન્ડર છે જેનો અર્થ છે હાઇલી એન્જાઇઝ્ડ યુથ ફોર હેલ્પિંગ ઇન્ડિયન્સ. તેમનું કહેવું છે કે વૃક્ષોમાંથી ખીલ્લા-ખીલ્લી કાઢવાથી વૃક્ષોનું આયુષ્ય લાંબુ થાય છે. આ એક સામાન્ય જ્ઞાનનો વિષય છે કે ખીલ્લામાં કાટ લાગે છે અને એનાથી વૃક્ષોમાં ઝેર ફેલાવા લાગે છે જેનાથી તેઓનું આયુષ્ય ઘટવા માંડે છે.

You might also like