બાગ-બગીચા વિભાગમાં રોપાને પાણી પિવડાવવાનું લાખો રૂપિયાનું કૌભાંડ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર વર્ષે ચોમાસા દરમ્યાન ગ્રીન એક્શન પ્લાનની જાહેરાત કરાય છે. શહેરીજનોને મોટા પાયે વૃક્ષારોપણ કરવા તંત્ર પ્રોત્સાહિત કરે છે. ગ્રીન એક્શન પ્લાન હેઠળ ત્યારબાદ સમગ્ર અમદાવાદમાં હજારો-લાખોની સંખ્યામાં વૃક્ષ વાવ્યાના મોટા મોટા દાવા કરાય છે. જોકે તંત્રની બલિહારીથી આજે પણ અમદાવાદ હરિયાળું અમદાવાદ બન્યું નથી. આ તો ઠીક, પરંતુ બાગ-બગીચા વિભાગમાં લાગતા-વળગતા કોન્ટ્રાક્ટરોને વિવિધ સ્થળોએ વાવેલા રોપાઓના ઉછેર અને જાળવણી હેતુ પાણી ‌િપવડાવવાનાે લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયા બાદ પણ જે તે સ્થળોના રોપા નવપલ્લવિત થતા નથી.

બાગ-બગીચા વિભાગ દ્વારા પશ્ચિમ ઝોનના વિભિન્ન વોર્ડમાં આવેલા મ્યુનિસિપલ પ્લોટ, નર્સરી, સેન્ટ્રલ વર્જ, સર્કલ વગેરેની જાળવણી માટે રૂ.૬૦.ર૦ લાખના ટેન્ડરને મંજૂરી અપાઇ છે. આ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં આવા જ પ્રકારના એક અન્ય કામ માટે રૂ.૪૭,૭૦ લાખના ટેન્ડરને પણ મંજૂરી અપાઈ છે. આમ એકલા પશ્ચિમ ઝોનમાં ચાલુ વર્ષ ર૦૧૭-૧૮માં મ્યુનિસિપલ તિજોરીમાંથી મ્યુનિસિપલ પ્લોટ, નર્સરી, સેન્ટ્રલ વર્જ અને સર્કલ વગેરેની જાળવણી પાછળ રૂ.૧.૧૦ કરોડ ખર્ચાશે. મધ્ય ઝોનના રૂ.રપ.૮૮ લાખના ટેન્ડરને મંજૂર કરાયું છે.

આ રીતે કોર્પોરેશન ટેન્કરો મારફતે રોપાઓના સંવર્ધન પાછળ લાખો રૂપિયા ખર્ચશે, પરંતુ જે તે કોન્ટ્રેકટર આ કામને નિષ્ઠાપૂર્વક કરતા નથી, જેના કારણે જે તે પ્લોટ, સર્કલ, સેન્ટ્રલ વર્જ વગેરેના રોપાને વેરવિખેર હાલતમાં જ નાગરિકો નિહાળી રહ્યા છે. રિક્રિએશનલ કમિટીના ચેરપર્સન બીજલબહેન પટેલ કહે છે જે તે કામના કોન્ટ્રાકટરની કામગીરીનું ખાસ ક્રોસ ચે‌િકંગ થતું નથી એટલે આવા કામ શંકાસ્પદ હોઇ આગળની કમિટીમાં સંબં‌િધત અધિકારીઓ પાસે જે તે કોન્ટ્રાક્ટ અંગે સંતોષકારક ઉત્તર લેવાશે અને ઘનિષ્ઠ ક્રોસ ચેકિંગનો આગ્રહ રખાશે.
http://sambhaavnews.com/

You might also like