મંદિરોમાં બીલી, વડ, પીપળો, આંબાવાડીમાં આંબા, રસ્તા પર ગુલમોર વવાશે

અમદાવાદ: શહેરના મેયર ગૌતમ શાહ દ્વારા આજે કોર્પોરેશનના ‘ગ્રીન એક્શન પ્લાન’ની જાહેરાત કરવામાં આવશે, જેમાં સૌથી વધુ રસપ્રદ બાબત એ છે કે તંત્ર દ્વારા ભારતીય સંસ્કૃતિમાં પૂજનીય ગણાતાં વૃક્ષો જેવાં કે બીલી, વડ, પીપળાને ગ્રીન એક્શન પ્લાન હેઠળ ખાસ મહત્ત્વ અપાશે.

ભાજપ શાસિત કોર્પોરેશનના સત્તાવાળાઓએ અમદાવાદને ‘ગ્રીન ‌િસટી’ બનાવવાનો નિર્ધાર કર્યો છે. ગુજરાતમાં ગાંધીનગર પ્રથમ ક્રમાંકનું ‘ગ્રીન ‌િસટી’ છે. આપણા અમદાવાદનો ગુુજરાતમાં ૭મો ક્રમાંક આવે છે. અમદાવાદમાં માત્ર ૪.૬૬ ટકા વિસ્તારમાં જ વૃક્ષો છે, બાકીના વિસ્તારમાં સિમેન્ટ-કોંક્રીટનાં જંગલો વધ્યાં છે. આજે થનારા ‘ગ્રીન એક્શન પ્લાન’માં હાલના શહેરના ૬.૧૮ લાખ વૃક્ષોની સંખ્યામાં વધારો કરવા પર ખાસ ભાર મુકાયો છે. ગૌતમ શાહ કહે છે, “તંત્રના ગ્રીન એક્શન પ્લાનમાં લોકોની ભાગીદારીને મહત્ત્વની ગણાઇ છે. શિવાલયમાં બીલી, પીપળો કે અન્ય દેવાલયમાં વડ જેવા પ્રચુર માત્રામાં વાતાવરણમાં પ્રાણવાયુ છોડતાં વૃક્ષોને પ્રાથમિકતા અપાશે. તા.પ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસે સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા વૃક્ષારોપણના કાર્યક્રમમાં નરેશ કનો‌િડયા, જયકર ભોજક અને ‘ઠનઠન ગોપાલ’ ફિલ્મનું સમગ્ર યુનિટ, અરવિંદ વેગડા, મયૂર વાકાણી વગેરે કલાકારો અને પાર્થિવ પટેલ, પથિક પટેલ વગેરે ક્રિકેટરો જોડાશે તેમ મેયર ગૌતમ શાહ કહે છે.

મેયર ગૌતમ શાહ વધુમાં કહે છે, “૭૪ કિ.મી.નો ઘેરાવો ધરાવતા એસ.પી. રીંગરોડ પર સમગ્ર ચોમાસા દરમ્યાન ૧૭,પ૦૦ વૃક્ષો વાવવામાં આવશે. આ ચોમાસાની ઋતુમાં કુલ એક લાખથી વધુ વૃક્ષો વાવીને શહેરની હરિયાળીમાં વધારો કરાશે. આંબાવાડીમાં આંબાની જેમ હાઉ‌િસંગ બોર્ડનાં મકાનોમાં વડ, પીપળા જેવાં ઓછું પાણી પીનારાં વૃક્ષો વવાશે. રોડની બંને બાજુએ ગુલમોર, ગરમાળો, આસોપાલવ વગેરેનું વૃક્ષારોપણ કરાશે.

દરમ્યાન આજે મેયર ગૌતમ શાહના હસ્તે ‘મફત વૃક્ષારોપણ’ કરાવવા માટેના કોર્પોરેશનના બે નવા નંબરની પણ વિધિવત્ જાહેરાત કરાશે. આ બંને નંબર પર પ્રત્યેક પર્યાવરણપ્રેમી અમદાવાદી એસએમએસ કરીને તંત્રના પોતાને ગમતા છોડના રોપા રોપવા અંગે સૂચના આપી શકશે તેમ મ્યુનિ. બાગ-બગીચા વિભાગના ડાયરેકટર ‌િજજ્ઞેશ પટેલ કહે છે.

You might also like