છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં લાખ્ખો રૂપિયાનાં કામ મંજૂર કરાયાં

અમદાવાદ: ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટીની આજે સવારે મળેલી બેઠકમાં ચૂંટણી આચાર સંહિતા અમલમાં મુકાય તેની અગાઉ લાખો રૂપિયાનાં કામને ફટાફટ મંજુરી અપાઇ હતી.

આજે સવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આચાર સંહિતાની સંભવિત અમલવારીના કારણે કદાચ છેલ્લી હોય તેવી શાસક પક્ષની ગણતરી છે. જેના કારણે ગુરુવારે મળતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે સવારે ઉતાવળે બોલાવાઇ હતી. જેમાં નવરંગપુરા અર્બન હેલ્થ સેન્ટર તેમજ રિક્રિએશન કમિટી સહિતની કમિટીમાં મંજૂર થયેલાં વિવિધ કામને તાકીદના કામ તરીકે તંત્ર દ્વારા રજૂ કરાયાં હતાં. આશરે ૧૦ તાકીદનાં કામને રજૂ કરતાં તેને સ્ટેન્ડિંગ કમિટીએ લીલીઝંડી આપી હતી.

ગઇ ૧ર ઓક્ટોબરે મળેલી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આશરે રૂ.પ૩૦ કરોડથી વધુનાં કામને મંજુરી અપાઇ હતી.ચૂંટણી આચાર સંહિતા અમલમાં મુકાય તેની અગાઉ સત્તાધીશોએ કરોડો રૂપિયાનાં કામને ફટાફટ મંજૂર કરવા લીધાં હોઇ આજની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ લાખો રૂપિયાનાં કામને બહાલી અપાઇ હતી.

You might also like