મ્યુનિ.ના સર્વે મુજબ શહેરમાં ફક્ત ૧૭ ખાણી-પીણી બજાર છે!

અમદાવાદ: સામાન્ય દિવસોમાં પણ શહેરનાં રાત્રી ખાણી-પીણી બજાર ધમધમતાં હોય છે, તેમાં પણ શનિવાર અને રવિવારની સાંજે તો ખાનપાનના રસિયાઓનાં ટોળેટોળાં જોવા મળે છે, જોકે નવરાત્રિ ઉત્સવ દરમિયાન રાત્રી ખાણી-પીણી બજારની રોનક વધુ નિખરી ઊઠે છે. મોટા પ્રમાણમાં યુવાનો આ સમયગાળામાં રાત્રી ખાણી-પીણી બજાર તરફ આકર્ષાય છે. આ સંજોગોમાં કોર્પોરેશને શહેરીજનોની આરોગ્ય સુખાકારી માટે રાત્રી ખાણી-પીણી બજારમાં દરોડા પાડવા ખાસ જરૂરી બને છે, જોકે આ દિશામાં હજુ સુધી કોઈ આયોજન થયું ન હોઈ ભેળસેળખોર ધંધાર્થીઓને જલસા થવાના છે.

સ્વચ્છ ભારત અભિયાન જેવા કાર્યક્રમોમાં શહેરના મેયર સહિતના ટોચના હોદ્દેદારો પણ જોડાઈ રહ્યા હોઈ તંત્રને અન્ય દિશામાં વિચારવાની ફુરસદ જ નથી મળતી! પરિણામે આજ‌િદન સુધી તો રાત્રી ખાણી-પીણી બજાર કે અન્યત્ર રસ્તા પરના ધંધાર્થીઓના એકમો પર દરોડા પાડીને ખાદ્યપદાર્થના નમૂના લેવાની કામગીરી પર પાણી જ રેડાયું છે! તંત્ર દ્વારા તાજેતરમાં રાત્રી ખાણી-પીણી બજારનો સર્વે કરાવવામાં આવ્યો હતો, જે મુજબ શહેરમાં કુલ ૧૭ રાત્રી ખાણી-પીણી બજાર ધમધમતાં હોઈ તેમાં પણ હાસ્યાસ્પદ રીતે ૩૦૭ ખાણી-પીણીનાં એકમ છે! જે વાસ્તવિકતા કરતાં ત્રણથી ચાર ગણા ઓછાં છે!

• કાંકરિયા તળાવ ફરતે ૧૫ એકમ
• ઘોડાસર આવકાર હોલ ૧૦ એકમ
• શાહઆલમ ટોલનાકા પાસે ૧૦ એકમ
• માણેકચોક ૩૬ એકમ
• રાયપુર દરવાજા પાસે ૨૦ એકમ
• સેપ્ટ કોલેજ રોડ ૨૦ એકમ
• રાજસ્થાન હોસ્પિટલ રોડ ૨૫ એકમ
• આઈએમએમ રોડ ૧૫ એકમ
• નહેરુનગર સર્કલ ૧૨ એકમ
• અંકુર-નારણપુરા ૧૦ એકમ
• પાલડી-ભઠ્ઠા ૧૨ એકમ
• લો ગાર્ડન ૪૫ એકમ
• આનંદનગર રોડ, જોધપુર ૧૦ એકમ
• સાલ હોસ્પિટલની આજુબાજુ ૧૨ એકમ
• વસ્ત્રાપુર તળાવ ફરતે ૨૫ એકમ
• સરખેજ-જુહાપુરા ૧૦ એકમ
• ઉષા ટોકિઝની આજુબાજુનો વિસ્તાર ૨૦ એકમ

You might also like