ગેરકાયદે પોસ્ટર-બેનર લગાવતાં સાત એકમોને સીલ મારી દેવાયાં

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓએ ગઇ કાલે સાંજે ઓપરેશન પોસ્ટર હટાવો ઝુંબેશ હાથ ધરી હતી. જે અંતર્ગત કોર્પોરેશનની મિલકતો ઉપર પરવાનગી વગર પોસ્ટર
બેનર લગાવનારી સાત સંસ્થાને તાળાં મારી દેતાં શૈક્ષણિક સંસ્થા સહિત જિમ્નેશિયમના સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો.

કોર્પોરેશનની મિલકતોમાં તંત્રની કોઇ પણ જાતની પરવાનગી વગર જાત જાત અને ભાત ભાતની સંસ્થાઓ પોત પોતાની સંસ્થાનો પ્રચાર કરવા બેફામ રીતે પોસ્ટર, બેનર વગેરે લગાડી દે છે. શહેરભરમાં આ પ્રકારનાં બિનઅધિકૃત પોસ્ટર અને બેનર છવાયેલાં હોઇ એકંદરે આખુ ં અમદાવાદ ગંદું ગોબરું બન્યું છે.

જો કે ગઇ કાલે સાંજે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓએ વ્યાપકપણે ઓપરેશન પોસ્ટર હટાવો ઝુંબેશ હાથ ધરી હતી.મ્યુનિસિપલ તંત્રની આ ઝુંબેશ હેઠળ વસ્ત્રાપુરના માનસી સર્કલ પાસેનાં અનારકત એચિવર્સ એકેડમી, બોડકદેવની લાડ સોસાયટી પાસેની કિડઝી, થલતેજના સુરધારા સર્કલ પાસેનું જિમ વર્લ્ડ, વસ્ત્રાપુરની લિબ્રા એકેડમી ઓફ કોમર્સ, બોડકદેવમાં ગોરમો હોટલ સામેનું ઉપનિષદ અને એઆઇએસ સ્કૂલ પાસેની શાંતિ જુનિયર તેમજ જજીસ બંગલોઝ પાસેના રુદ્ર સ્કવેરની લિટલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એમ સાત સંસ્થાને તાળાં મારી દેવાયાં છે.

નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ અધિકારી ચૈતન્ય શાહ કહે છે જ્યારે જે તે સંસ્થા કોર્પોરેશનની મિલકતોમાં લગાડાયેલાં પોસ્ટર કે બેનર હટાવશે ત્યારે જે તે સંસ્થાનાં સીલ ખોલી દેવાશે જો કે આ માટે ઓછામાં ઓછાે રૂ.દશ હજારનો વહીવટી ચાર્જ વસૂલાશે.
http://sambhaavnews.com/

You might also like